________________
૨૫૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ
[, ઊભી રેખા નીચેની તરફ દોરીને આ વર્ણ મુખ્યત્વે સૂચિત કરવામાં આવતો હતો. ૧૬
ક્ષત્રપાલમાં આ વર્ણ એના વિકસિત સ્વરૂપે પ્રયોજાયેલ પ્રાપ્ત થાય છે. બે ત્રાંસી રેખાઓ અને તેઓની વચ્ચેના ખૂણાએ સળંગ ગોળ ભરડ ધારણ કર્યો છે, ત્યારે મધ્યની સીધી ઊભી રેખા કદમાં નાની બની છે અને ક્યાંક
ક્યાંક એનાં સ્થળ તથા આકારમાં ફેરફાર પડ્યો છે. આ વર્ણના મુખ્ય વૃત્તાકાર મરોડમાં ક્ષત્રપાલ દરમ્યાન વિકાસ થતો રહ્યો છે.
- આ વર્ણ પણ અશોકના ગિરનાર શૈલલેખોમાં પ્રયોજાયો ન હતો, પરંતુ અન્ય પ્રદેશના સમકાલીન લેખોમાં ૭ પ્રયોજાયો હોવાથી એનું સ્વરૂપ જાણવા મળે છે. ત્યાં એક સીધી ઊભી રેખાને નીચલે છેડેથી જમણી બાજુએ વાળી, ઊભી રેખાની મધ્યમાં જમણી બાજુએ નીચેના જેવો એક વળાંક જોડીને આ વર્ણ સૂચવાત. ક્ષત્રપાલમાં આ વર્ણ ૫, ૬ અને વર્ણોની માફક સીધા ભરેડનો બન્યો છે.
- આ વર્ણનું મૌર્યકાલીન સ્વરૂપ જાણવા મળતું નથી, પરંતુ એ પછીના કાલનું સ્વરૂપ ઈ પૂ. બીજી સદીના સાંચી અને હાથીગુફા લેખોમાં જોવા મળે છે. ૧૮ આ વર્ણ સમકાલીન ૪ ના વળાંકદાર મરડ સાથે ઘણું જ સામ્ય ધરાવતો દેખાય છે. ક્ષત્રપાલમાં પણ આ વર્ણ સમકાલીન ૩ સાથે ઘણું જ સામ્ય ધરાવે છે.
ક્ષેત્રપાલમાં પ્રયોજાયેલા વર્ષોમાં કેટલાક વર્ણ તેઓના મરોડના વિકાસની દષ્ટિએ તેમજ આકાર–વિશિષ્ટયની દષ્ટિએ મહત્ત્વના છે. રૂ નાં ત્રણ બિંદુઓએ ક્યાંક ક્યાંક નાની શી રેખાઓનું સ્થાન લેવા માંડયું છે. તો માં અગાઉની ઊભી રેખાએ ત્રાંસી રેખાનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેથી અંગ્રેજી કકકાના છેલ્લા અક્ષર X જેવો એને મરોડ (પહેલે મરોડ) બન્યો છે. આગળ જતાં આખોય મરોડ ચાલુ કલમે લખાતાં ગોળ રૂપ ધારણ કરે છે, જેમાં ઉપલી આડી રેખામાં વચ્ચે ખાંચા પાડવામાં આવે છે. ના મૌર્યકાલીન બે મરોડોનો ગાંઠ વગરનો મરોડ ક્ષત્રપ કાલના આરંભમાં પ્રયોજાતો રહ્યો છે, સાથે સાથે ગાંડવાળા મરડની ગાંઠને ત્રિવેણુ-રૂપે વિસ્તારીને સાધિત કરવામાં આવ્યો છે. ગાંઠ વગરનો મરોડ સમકાલીન દેખના લેખોમાં ૧૯ અને ત્રિકોણાકાર સ્વરૂપને મરોડ સમકાલીન ઉતરના લેખોમાં પ્રયોજાતો જણાય છે. નહપાનના સમયમાં દખણ અને ઉત્તરી બને મરોડ પ્રજાતા હતા, પરંતુ આગળ જતાં માત્ર