________________
: ૨૩૮ ]
સૌ કાલથી ગુપ્તકાલ
[¥.
લખે છે કે પાદલિપ્તાચાય એક વાર તીયાત્રા કરતા સારાષ્ટ્રમાં ઢંકાપુરી (ઢાંક) ગયા હતા. ત્યાં એમને સિદ્ધ નાગાજુ નનેા સમાગમ થયા. પછી નાગાજુ તે પેાતાના એ ગુરુના સ્મરણુરૂપે શત્રુંજયની તળેટીમાં ‘પાદલિપ્તપુર' નામનું નગર વસાવ્યું, શત્રુ ંજય ઉપર જિનચૈત્ય કરાવી ત્યાં મહાવીરની પ્રતિમા સ્થાપિત કરી અને ત્યાં જ પાદલિપ્તસૂરિની મૂર્તિ પણ સ્થાપી. ૪
પાદલિપ્તાચાર્ય ‘તરંગવતી'' નામે એક વિખ્યાત પ્રાકૃત ધર્મકથા રચી હતી, જેના ઉલ્લેખા આગમસાહિત્યમાં તેમજ અન્યત્ર અનેક સ્થળેાએ પ્રાપ્ત થાય છે. મૂળ કથા તેા સૈકાઓ પહેલાં નાશ પામી ગઈ છે, પણ પાદલિપ્ત પછી થયેલા, પરંતુ જેને સમય સુનિશ્ચિત થઈ શકયો નથી તેવા આચાય વીરભટ્ટ વીરભદ્રના શિષ્ય નેમિયદ્ર ૧૯૦૦ પ્રાકૃત ગાથાઓમાં કરેલા એને સક્ષેપ માત્ર હાલ ઉપલબ્ધ છે.પ પાદલિપ્તાચાર્યે આગમ ગ્રંથ “યાતિકરડક' ઉપર વૃત્તિ લખી હતી એમ આગમ સાહિત્યના સુપ્રસિદ્ધ ટીકાકાર આચાય મલગિરિના કથન ઉપરથી સ્પષ્ટ છે. આ વૃત્તિ નષ્ટ થઈ ગઈ હોવાનું મનાતુ હતું, પણ કેટલાક સમય પહેલાં એની હસ્તલિખિત પ્રતિ મુનિશ્રી પુણ્યવિજયજીને જેસલમેરના ભંડારમાંથી મળી આવી છે. પાદલિપ્તે દીક્ષા અને પ્રતિષ્ઠા-વિધિ વિશે “નિર્વાણકલિકા” નામે જાણીતે ગ્રંથ રચ્યા છે. આ ઉપરાંત “પ્રભાવકચરિત”માંના ‘પાદલિપ્તસૂરિચરિત'માં એમણે ‘પ્રશ્નપ્રકારા' નામે ન્યાતિગ્રંથનું નિર્માણ કર્યું. હોવાના ઉલ્લેખ છે. ચૂર્ણિ`ઓમાં કાલજ્ઞાન” નામે એક રચનાનું કવ પણ પાદલિપ્ત ઉપર આરોપિત કરેલું છે. એને વિષય પણ યાતિષના હશે એમ નામ ઉપરથી અનુમાન થાય છે. પાદલિપ્તસૂરિની કેટલીક પ્રાકૃત ગાયાઓ હાલ-કૃત પ્રાકૃત સુભાષિતસ’ગ્ર‘“ગાથાસપ્તશતી”માં ઉદ્ધૃત કરેલી છે.
વભૂતિ આચાય એ ભરુકચ્છ નિવાસી એક જૈન આચાર્ય હતા. તે એક પ્રસિદ્ધ કવિ હતા; જોકે એમનું કોઈ કાવ્ય સચવાયું નથી. શક–ક્ષત્રપ નભોવાહન કે નહપાનના તેએા સમકાલીન હોઈ એમને સમય પણ ઈ.સ. ના બીજા સૈકાના પૂર્વા ગણવા જોઇ એ. ‘વ્યવહારસૂત્ર”ના ભાષ્યમાં તથા એ ઉપરની આચાય મલયગિરિની ટીકામાં વજ્રસૂતિ આચાય વિશે નીયે મુજબ કથાનક મળે છે : ભરુકચ્છમાં નભાવાહન રાજા હતા. એને પદ્માવતી નામે રાણી હતી. એ નગરમાં વભૂતિ નામે આચાર્યં રહેતા હતા. તેએક મોટા કવિ હતા, પણ રૂપહીન અને અત્યંત કુશ હતા. એમને શિધ્યાદિ પરિવાર પણ નહેાતે।. એમનાં કાવ્ય રાજાના અંતઃપુરમાં ગવાતાં હતાં. એ કાવ્યાથી પદ્માવતી દેવીનું ચિત્ત આકર્ષાયું હતુ અને એ રચનાઓના કર્તાને જોવાને એ ઉત્સુક બની હતી. એક વાર રાજાની અનુજ્ઞા