________________
૧૨ સું]
ભાષા અને સાહિત્ય
[ ૨૩૭
અને ઉત્તરાર્ધમાં સરેાવરના કિનારે ગિરિનગરના નગરપાલક ચક્રપાલિત ચક્રભૃત્ વિષ્ણુનું મંદિર બાંધ્યાનું વર્ણન છે. ગુપ્તકાલથી સુદૃઢરૂપે સ્થાપિત થયેલા ભારતીય સંસ્કારિતાના કેટલાક આદશ આ લેખમાં સુભગ કાવ્યમય નિરૂપણ પામ્યા છે. આ બંનેમાંથી એકે લેખમાં કાવ્યપ્રણેતાના નામેાલ્લેખ નથી, પણ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં વર્ણવેલી વ્યુત્પત્તિ ધરાવતા કવિએની પરંપરા રાજદરબારમાં નિશ્ચિત સ્થાન પામી ચૂકી હતી એ આા ઉપરથી સ્પષ્ટ છે.
ઉત્તર ગુજરાતના તીધામ શામળાજી પામે દેવની મેારી ગામની સીમમાં, ભાજ રા^ની ટેકરી તરીકે ઓળખાતા ટીંબામાંથી ક્ષત્રપકાલના એક બૌદ્ધ સ્તૂપ અને વિહારનું ઉત્ખનન થયું છે તેમાંથી મળેલા બુદ્ધના અવશેષાને સાચવતા શૈલ1-સમુક ઉપર પાંચ પંક્તિને એક લેખ સંસ્કૃત પદ્યમાં કતરેલા છે. સંસ્કૃત પદ્મ-અભિલેખામાં એ પ્રાચીન જણાય છે. કુલ છ શ્લોક એમાં છે. એમાં દેખાતી કેટલીક અનિયમિતતા પ્રાકૃતની અસર સૂચવે છે. એમાં પહેલા શ્લોક અનુષ્ટુપ છે, બીતેે-ત્રીજો અને પાંચમા-છઠ્ઠો આર્યામાં છે, અને ચેાથે ગીતિમાં છે. કૃતિ સંક્ષિપ્ત છે, પણ અભિલેખારૂપે મળતી ગુજરાતની સૌથી પ્રાચીન સ’સ્કૃત રચનાઓમાં ઉલ્લેખનીય છે.
જે કાલખંડની આપણે વાત કરીએ છીએ તેમાં ગિરિનગર, વલભી, ભરુકચ્છ આદિ ગુજરાતનાં રાજકીય ઉપરાંત સાંસ્કૃતિક કેંદ્ર હતાં. ત્યાં તેમજ અન્ય સ્થાનાએ સાહિત્યપ્રવૃત્તિ બ્રાહ્મણુ, જૈન તેમજ બૌદ્ધ વિદ્વાને દ્વારા સતત ચાલ્યા કરતી હતી, તેમજ એમના વાદવિવાદો અને સ્પર્ધાને કારણે એકંદરે એને વેગ મળતેા હતેા. આ સાહિત્યપ્રવૃત્તિનું અને ત્યાં સુધી કાલાનુક્રમિક અવલોકન આપણે કરીશું; જોકે ગ્રંથકારાના સમય સુનિશ્ચિત ન હોઈ કાલાનુક્રમ પરત્વે મતભેદ રહેવા સંભવ છે.
સા પહેલાં પાદલિપ્તાચાની રચનાએ જે એ, કેમકે એમને સમય ઈસવી સનની પ્રારંભિક શતાબ્દીમાં નિશ્ચિત કરવામાં આવ્યા છે.ર
પાદલિપ્તાચાર્ય એક પ્રભાવક જૈન આચાર્ય હતા અને એમનું નામ સૈારાષ્ટ્રના પ્રસિદ્ધ જૈન તી પાદલિપ્તપુર--પાલીતાણા સાથે જોડાયેલું છે. એમનું પર’પરાગત વિસ્તૃત ચરિત પ્રભાચદ્રસકૃિત ‘“પ્રભાવકચરિત’માંના ‘પાદલિપ્તસૂરિરિત 'માં મળે છે. જૈન આગમ સાહિત્યમાં નોંધાયેલી અનુશ્રુતિઓ અનુસાર, પાદલિપ્તાચા` પાટલિપુત્રમાં મરુડ રાળના દરબારમાં હતા. એમનાં બુદ્ધિચાતુર્યાં, મ ંત્રશક્તિ અને ય ંત્રવિદ્યાપ્રવીણતાની અનેક વાતે નાંધાયેલી છે. “પ્રભાવકચરિત’’માં