________________
રર૬]
મોર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
થી ઈ. સ. ના આરંભ સુધી ગáામાં આવે છે.૨૦ અ આવા સિક્કા ગુજરાતમાં અનેક સ્થળોએથી મળ્યા છે (આકૃતિ ૫૭ ).૧૦બ એનું વજન લગભગ ૩૨ રતી હોય છે.
સિકંદરના આક્રમણ પછી વાયવ્ય સરહદ અને અફઘાનિસ્તાનના ભારતીય– યવન રાજ્યની સ્થાપના થઈ એના રાજાઓ પૈકી મિનેન્ટરે ઈ. સ. પૂર્વે ૧૫૦ ના અરસામાં ગુજરાત અને માળવાના રાજાઓને હરાવ્યા હતા અને ગુજરાતની સરહદે આવેલું સિંધ પણ એના તાબામાં હતું એ વખતે એના સિક્કા ગુજરાતમાં પ્રચલિત થયા હોય એ સંભવે છે. એ પછી ત્રણ-ચારસો વર્ષ સુધી ગુજરાતના ક્ષત્રપ, શર્વ અને ગુપ્ત સિક્કાઓ ઉપર ભારતીય વન અર્ધ-દ્રની સ્પષ્ટ અસર જણાય છે. સિક્કા ઉપર રાજાની મુખાકૃતિ છાપવાનો આરંભ ભારતમાં સેિ પ્રથમ ગ્રીકોએ કર્યો, અને પછીના સિકકા ઉપર એ અસર ચિરંજીવ બની
ગઈ
ગુજરાતમાં મિનેન્ટર અને અપલદન(૨ જાના સિક્કા મળે છે. (આકૃતિ ૫૮-૫૯). પેરિપ્લસતા સમય સુધી એ ભરૂચમાં ચલણમાં હતા. ૨૦
ક્ષત્રપ વંશનો ઇતિહાસ જાણવાનું મુખ્ય સાધન સિક્કા છે. ત્રપ રાજાઓની આનુપૂર્વ સિક્કાઓને આધારે નકકી કરી શકાઈ છે. પશ્ચિમી ક્ષત્રપોના ચાંદીના ગોળ નાના બહુસંખ્ય સિક્કા મળ્યા છે. ચાંદી ઉપરાંત તાંબાના, પટનના (અર્થાત્ તાંબુ, જસત, કલાઈ અને સીસું એ ચાર ધાતુઓના મિશ્રણથી બનેલી ધાતુના છે અને સીસાના સિકકા પણ ડાક મળ્યા છે. ક્ષત્રપોના સિકકાઓમાં વિદેશી અને દેશી ઉય પદ્ધતિઓનું મિશ્રણ જોવામાં આવે છે. સિકકા ના અગ્રેભાગ ઉપર ગ્રીક અક્ષરે અને રાજ્યની મુખાકૃતિ છાપવાની પદ્ધતિ વિદેશી અસર મુચવે છે, તે પૃષ્ઠભાગ ઉપર બ્રાહ્મી લિપિમાં પ્રાકૃત સંસ્કૃત ભાષાનું લખાણ ભારતીય અસર સુચવે છે; જો કે આરંભકાળના ત્રણેક રાજાઓ બ્રાહ્મી ઉપરાંત ખરોષ્ઠી લિપિ પણ પ્રયોજે છે. ૨૧ ક્ષત્રપમાં જૂનામાં જૂના સિક્કા લહરાત ભૂમકા અને નહપાનના છે (આકૃતિ ૬૦-૬ ૧). નહપાનના રાજ્યકાળના ઉત્તર ભાગમાં દક્ષિણાપથના ગૌતમીપુત્ર શાતકણિએ ગુજરાતમાં પોતાનું રાજ્ય વિસ્તાર્યું હશે, કેમકે મૂળ નહપાનના સિક્કા ઉપર ગૌતમીપુત્રની છાપ મારી હોય તેવા હજારો સિકકા મળ્યા છે, જોકે પાછળથી ગુજરાતની જરૂરિયાત અનુસાર ગ્રીક અર્ધ-- દ્રમ્પની આકૃતિના સિકકા એણે પડાવ્યા હતા. કાદંભક ક્ષત્રપ રાજકુલના સ્થાપક ચાર્જુને આરંભેલી પરિપાટી પ્રમાણે, ચાંદીના સિક્કા ઉપર રાજની સાથે એના પિતાનું નામ પણ અંકિત કરેલું હોઈ અસંદિગ્ધ વંશાવલી બની રહે છે.