SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ મું] સામાજિક અને આર્થિક સ્થિતિ [૨૨૫ સંગઠનના પ્રતીક જેવી છે. “નિશીથ સૂત્ર”ની ચૂર્ણિના પૂર્વતર ભાષ્યમાં આ અનુશ્રુતિ નોંધાઈ છે તે એની પ્રાચીનતા સૂચવે છે. ૧૭ કારીગરોની શ્રેણી સંજોગવશાત સ્થળાંતર કરીને એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જતી. લાટ પ્રદેશમાંથી મધ્ય પ્રદેશના દશપુર(મંદિર)માં જઈ વસેલા પકવા (પટવા–-પટોળાં વણનાર કારીગરો)ની શ્રેણીએ ત્યાં ઈસ. ૪૩૬માં સૂર્યનું મંદિર બાંધ્યું હતું. આર્ય સમુદ્ર એક વાર વિહાર કરતા સોપારક ગયા ત્યારે એમના અનુયાયી, ત્યાંના બે શ્રાવકોમાં એક શાકટિકગાડાં ચલાવનાર અને બીજે વૈકટિક-દારૂ ગાળનાર હતો, એ બતાવે છે કે દારૂ ગાળવાને વ્યવસાય બહુ હલકે નહિ ગણાતો હોય. પાસેના મહારાષ્ટ્રમાં પણ કલાલે બહિષ્કૃત ગણાતા નહોતા અને એમની સાથે બીજાઓ ભોજન લઈ શકતા એવા અન્ય પ્રાચીન ઉલ્લેખની તુલના આ સાથે કરવા જેવી છે. ૧૨ કોકાસ એ એપારકને એક નિષ્ણાત યાંત્રિક હતો. એ એક રથકારની દાસીમાં બ્રાહ્મણથી ઉત્પન્ન થયેલ હતું. રથકારની બધી વિદ્યા એણે શીખી લીધી હતી. એક વાર એપારકમાં દુષ્કાળ પડતાં એ ઉજજયિની આવ્યો. ત્યાં એણે યંત્રકપાત બનાવ્યા અને રાજ માટે યાંત્રિક ગરુડ પણ તૈયાર કર્યો. ૧૯ “વસુદેવ-હિંડી” અનુસાર, કેકકાસ યવન દેશમાં જઈને એ દેશના સાર્થવાહો અને વહાણવટીઓના એક સુથાર પાસેથી ઊડતાં યંત્રો બનાવવાની કળા શીખી આવ્યો હતો અને પછી દેશમાં આવીને એણે એવાં યંત્રો તૈયાર કર્યા હતાં. ૨૦ વિકસિત વેપારવણજ વસ્તુઓના કેવળ વિનિમયને આધારે ન સંભવે; એ માટે નાણાં અને નાણાવટની અપેક્ષા રહે. પ્રારંભમાં કેડી જેવી ચીજોને અને ત્યાર પછી ચાંદી, તાંબું કે અન્ય ધાતુઓના ટુકડાઓનો નાણ તરીકે ઉપયોગ થવા લાગ્યો. એ ટુકડા ચોરસ, લંબચોરસ, ગોળ કે લંબગોળ બનવા લાગ્યા. એવા ટુકડાઓ ઉપર નાણાવટીઓનાં, એમની શ્રેણીઓનાં કે રાજ્યકર્તાઓનાં અમુક ચિહ્ન અંકિત કરવાની પ્રથા પાછળથી શરૂ થઈ. આવા સિકકાને ચિહ્માંકિત કે આત (punch-marked) સિકકા કહે છે. ભારતમાં જૂનામાં જૂના સિકકા આ પ્રકારના છે. આ સિકકા ઉપર પશુ, પક્ષી, વૃક્ષ, આયુધો કે અન્ય સાંકેતિક આકૃતિઓ જોવામાં આવે છે. એમાંના પ્રત્યેક ચિને અર્થ સમજવો મુશ્કેલ છે; જેક એમાં અમુક અક્ષરે વંચાતા હોવાને આધારે કેટલાક રાજાઓનાં નામ એમાંથી કાઢવામાં આવ્યાં છે. આ સિકકાઓને પ્રાચીનકાળ નિદાન ઈ.પૂ. ૧૦ ૦ ૦ ઈ-૨–૧૫
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy