________________
ર૦૮ ] મો કાલથી ગુપ્તકાલ
[પ્ર. ચિહ્ન અને એની આસપાસ રાજના પૂરા નામનું પ્રાકૃત લખાણ હોય છે (આકૃતિ ૬). ક્ષત્રપ રાજ્યના લેખોમાં શક સંવતનાં વર્ષ અપાતાં. અન્ય અધિકારીઓમાં સેનાપતિનો ઉલ્લેખ આવે છે. આ પદ પર આભનીય નિયુકિત થતી.૮૦
રાજ્ય -મહેસૂલનાં મુખ્ય સાધને બલિ, શુક અને ભાગ હતાં.૮૧ રાજકોશમાં સુવર્ણ, રજત, વજ, વૈડૂર્ય અને રત્નોને સંગ્રહ થતો.૮૨ સેનામાં અશ્વદળ, ગજદળ અને રથદળનો સમાવેશ થતો.૮૩ આયુમાં અસિ (પગ) અને ચમઢાલની ખાસ ઉલ્લેખ આવે છે.૮૪ આમ ક્ષત્રપકાલીન રાજ્યતંત્ર વિશે કેટલીક માહિતી મળે છે.
શવ ભટ્ટારકને શાસનકાલ
શર્વ ભટ્ટારકના સિક્કાઓ ક્ષત્રપોના સિકકા જેવા છે. વિગતવાર સાધના અભાવે એના સમયના રાજ્યતંત્ર વિશે કંઈ માહિતી ઉપલબ્ધ નથી.
ગુપ્ત શાસનકાલ
ગુપ્ત સમ્રાટોના ચાંદીના સિકકાઓમાં કુમારગુપ્ત મહેદ્રાદિત્ય અને સ્કંદગુપ્ત ક્રમાદિત્યના સિકકાઓ ગુજરાતમાં સંખ્યાબંધ મળે છે. આ સિકકા એકંદરે ક્ષત્રપ-સિક્કાઓ જેવા છે, પરંતુ એમાં શક સંવતને બદલે ગુપ્ત સંવતનાં વર્ષ આપેલાં છે ને પર્વતાદિ પ્રકૃતિ તવોને સ્થાને ગરુડનું ચિહ્ન અંકિત કરેલું છે.
કંદગુપ્તના જૂનાગઢ શૈલ-લેખ૮૫ પરથી એ સમયના સ્થાનિક રાજયતંત્ર વિશે કેટલીક માહિતી સાંપડે છે. આદર્શ રાજા શત્રુઓને ગર્વ તોડતો અને એના રાજ્યમાં કોઈ ધર્મવિમુખ, આર્ત, દરિદ્ર, વ્યસ્તી, કદ, દંડ કે બહુપીડિત ના હોય એવું મનાતું. “ | ગુપ્ત સામ્રાજ્યના સર્વ દેશ'માં “પ્તા” નામે અધિકારીઓ નિમાતા.૮૭ એનામાં અનુરૂપ, અતિમાન, વિનીત, મેધાવી, મૃતિમાન, સત્ય-આર્જવ–ઔદાર્યનયથી યુક્ત, માધુર્યદાક્ષિણ્ય-યશથી સંપન્ન, ભક્ત, અનુરા, વૃવિશેષ–યુક્ત, વિશુદ્ધ બુદ્ધિવાળો, ભાવવાળો અંતરાત્મા ધરાવત, સર્વ લેકના હિતમાં પ્રવૃત્ત, અર્થના વાજબી અર્જન, રક્ષણ, વૃદ્ધિ અને પાત્ર–પ્રતિપાદન માટે સમર્થદત્યાદિ ગુણો અપેક્ષિત ગણાતા.૮૮
સ્કંદગુપ્તના સમયમાં સમસ્ત સુરાષ્ટ્ર માટે ગોપ્તા નિમાયે હતો.૮૯ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ માટે એવી કઈ અલગ વ્યવસ્થા થઈ હશે.