________________
૧૦ મું ]
રાજ્યતંત્ર
[૨૦૭
આ ઉપરાંત થોડી સંખ્યામાં આ કાલના તાંબાના આહત સિક્કા પણ મળે છે. આ સિકકાઓના અગ્રભાગ પર પણ પાંચ ચિહ્ન આહત કરેલાં હોય છે. આવા છૂટક સિકકા ગુજરાતમાં ઠેકઠેકાણે મળ્યા છે, જેમકે અમરેલી, હાથબ, કામરેજ, કારવણ, મોટેરા, વડનગર વગેરે સ્થળોએ.૩૦
અનુ-મૌર્ય કાલ
અનુમૌર્ય કાલના રાજ્યતંત્ર માટે ગુજરાતમાં ભારતીય યવન રાજા એકતિદ, મેનન્દર અને અપલદતના સિક્કાઓ જ મુખ્ય સાધન છે.
ડૉ. ભગવાનલાલને એક્રિતિદને માત્ર એક બેલ (એ નામને નાને સિક્કો) મળે, પરંતુ એ રાજાના સિક્કા સૈારાષ્ટ્રના જુદા જુદા ભાગમાં ને જુદા જુદા સમયે મળ્યા છે એ પરથી એ સિકકા અહીં કેવળ વેપાર કે શોભા માટે આયાત થયેલા નહિ, પણ ચલણમાં હોવાનું સુચિત થાય છે. એક્રિતિદના સિક્કાઓ પૈકી સથી નાના સિકકા જ અહીં મળ્યા છે, તે આ પ્રદેશમાં પ્રચલિત અગાઉના નાના સિક્કાઓની ઢબે હશે.૩૨
મેનન્દરના દ્રમ્મ ચાંદીના અને ગોળ છે (આકૃતિ ૨ ). મેનન્દરના સિકકાના અગ્રભાગ પર વચ્ચે રાજનું ટેપવાળું ઉત્તરાંગ અને એની આસપાસ Basileo s Soteros Mehandrou ૩૩ એવું ગ્રીક લખાણ હોય છે; પૃષ્ઠભાગ પર વચ્ચે એક ગ્રીક દેવીની આકૃતિ અને એની આસપાસ ખરેષ્ઠી લિપિમાં મન ત્રતરત નં ૪ એવું પ્રાકૃત લખાણ હોય છે. તદુપરાંત એનું એકાક્ષર-ચિહ્ન (monogram) પણ હોય છે.૩૫
અપલદતના ચાંદીના દ્રશ્ન (આકૃતિ ૩ ) એ જ પ્રકારના છે. એના અગ્રભાગ પરના ગ્રીક લખાણમાં તેમજ પૃષ્ઠભાગ પરના પ્રાકૃત લખાણમાં “મેનન્દરમેનંદ્ર”ને બદલે “અપલદત” નામ આવે છે. એના તાંબાના સિક્કા પણ મળે છે. કેટલાક ચોરસ છે ને કેટલાક ગોળ. ચોરસ સિકકાના પુરોભાગ પર વચ્ચે એપિલે દેવની ઊભી આકૃતિ અને એની આસપાસ Basile 6s Soteros Kai philopatoros Apollodotou૭ એવું ગ્રીક લખાણ હોય છે, અને એના પૃષ્ઠભાગ પર એપોલેની ત્રિપાઈ બે પ્રકારનું એકાક્ષર ચિહ્ન અને મન ત્રાસ
પઢતાં એવું પ્રાકૃત લખાણ હોય છે. ૩૯ ગોળ સિકકાઓના અગ્રભાગ પર વચ્ચે એપોલેની ઊભી આકૃતિ અને એને કરતી “Basileo s Soteros Apollodotou૪° લખાણ હોય છે; પૃષ્ઠભાગ ચોરસ સિક્કાના પૃષ્ઠભાગના જેવો હોય છે.૪૧