________________
૨૦૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ નગરાધ્યક્ષને “નાગરિક” કહેતા; રામાધ્યક્ષને “ગોપ” કહેતા. આ સ્થાનિક અધિકારીઓને લગતી ફરજે કૌટિલ્યના “અર્થશાસ્ત્રમાં વિગતે ગણાવવામાં આવી છે. ૨૦ પૌર-વ્યાવહારિક કે નગર-વ્યાવહારિક અર્થાત નગર-ન્યાયાધીશને હોદ્દો કુમાર અને રાષ્ટ્રપાલના હોદ્દા જેવો ઉચ્ચ કક્ષાને ગણતો. ૨૧
નગરાધ્યક્ષ નગરના વહીવટ માટે અનેક મદદનીશે નીમેતો. ૨૨ એમાં પાંપાંચ અધિકારીઓનાં છ કરણ ( bodies) હતાં. એ કરણ (1) હુન્નરકલાઓ, (૨) વિદેશી નિવાસીઓ, (૩) જન્મ તથા મરણની નોંધ, (૪) વેપારવણજ અને તોલમાપ, (૫) ઉત્પન ચીજોનું વાજબી વેચાણ અને (૬) વેચાણવેરાની દેખભાળ રાખતા.૨૩
કેદ્રીય તંત્રની જેમ પ્રાંતીય તંત્રમાં પ્રશાસ્તા, સમાહર્તા, સંનિધાતા, નાયક, કામતિક ઈત્યાદિની ફરજો ધરાવતા અધિકારીઓને પણ સમાવેશ થતો હશે. વિવિધ ખાતાંઓના મહામાત્રોમાં અશોકના સમયમાં ધર્મ–મહામાત્રને ઉમેરે થતાં ૨૪ એને લાભ આ પ્રદેશને પણ મળે હોવો જોઈએ. પ્રાંતના વડા અધિકારીઓ તથા ધર્મ–મહામાત્ર મારફતે દેવોના પ્રિય પ્રિયદર્શી રાજા અશોકની આજ્ઞા અનુસાર અહીંના પ્રજાજનોમાંય ધર્મભાવનાને ઠીક ઠીક પ્રચાર થયે હશે.
મૌર્યકાલના થરોમાં આહત ૨૫ સિક્કા મળે છે. એના પર કંઈ લખાણ. મુદ્રાંકિત કર્યું હોતું નથી, પરંતુ જુદી જુદી મુદ્રા વડે જુદાં જુદાં ચિહ્ન આહત કર્યા હોય છે. આ સિક્કા માટે ભાગે ચાંદીના અને લગભગ ૩૨ રતીભાર હોય છે. એના અગ્રભાગ પર પાંચ ચિહ્ન હોય છે, જ્યારે પૃષ્ઠભાગ પર અસંખ્ય નાનાં નાનાં ચિહ્ન હોય છે. અથવા એક મોટું ચિહ્ન હોય છે, અથવા એક પણ ચિહ્ન હેતું નથી. આ ચિહ્ન સિક્કા પડાવનાર અને મંજૂર કરનાર જુદાં જુદાં અધિકૃત મંડળોનાં હોવાનું માલૂમ પડે છે, જેમાં નગર–નિગમો તથા વણિકશ્રેણીઓનો સમાવેશ થતો.૨૬ ચાંદીના આહત સિક્કાઓ ગુજરાતમાં ઘણા નાના કદના મળ્યા છે. એના બે પ્રકાર છે : (1) ૫ થી ૭ ગ્રેઈનના; સ્વસ્તિક, ત્રિલ અને ચક્રનાં ચિહ્નવાળા, (૨) લગભગ ૪ ગ્રેઈનના-પુરોભાગ પર ઘાટ વિનાના, હાથીનું અને પૃષ્ઠભાગ પર વર્તુલ જેવું કંઈક ચિહ્ન ધરાવતા.૨૭ આહત સિકકાઓના બે નિધિ તળ-ગુજરાતમાં મળ્યા છે. એક ભૂતપૂર્વ વડોદરા રાજ્યના કોઈ પ્રાંતમાં અને બીજો બનાસકાંઠા જિલ્લામાં ર૬, કામરેજ, નવસારી વગેરે અન્ય સ્થળોએ આવા છૂટક સિક્કા મળ્યા છે. ૨૯