________________
૭ મું] પશ્ચિમી ક્ષત્રપ
[૧૮૧
[૧૮૧ યદામ ૧ લા સિવાય) સુધીના રાજાઓના, ઈશ્વરદત્તના અને કેટલાક અનભિય સિકકાઓને સમાવેશ થાય છે." | સરવાણિયા( જિ. વાંસવાડા, રાજસ્થાન માં ૨,૪૦૭ સિક્કાને નિધિ ૧૯૧૧માં પ્રાપ્ત થયેલો. ગિ. વ. આચાર્યની તપાસમાં ૨,૩૯૭ સિકકા હતા. ૧૬ એ પછી દે, રા. ભાંડારકરે એનું પુનરીક્ષણ કરેલું. એમાં રુદ્રસિંહ ૧ લાથી રુદ્રસેન ૩ જા સુધીના બધા રાજાઓના, ઈશ્વરદત્તના અને કેટલાક અનભિય સિકકાઓ હતા.૬૭
સોનેપુર( જિ. છિંદવાડા, મધ્યપ્રદેશ)માં ૧૯૨૫ માં ૬૭૦ જેટલા સિક્કાઓનો નિધિ હાથ લાગેલે, જેમાંથી ૩૭ સિક્કા ગળાઈ ગયેલા. એમાં સંઘદામા સિવાય સેકસેન ૧ લાથી રદ્રસેન ૩ જા સુધીના, ઈશ્વરદત્તના અને કેટલાક અનભિય સિક્કાઓનો સમાવેશ થાય છે. ૧૮
વસેજ( જિ. જૂનાગઢ માં ૫૯ સિકકાઓ ૧૯૩૭ પૂર્વે મળ્યા હતા. એમાં રુદ્રસિંહ ૧ લાથી રકસેન ૩ જા સુધીના (સંઘદામા અને યશોદામા ૧ લા સિવાયના) રાજાઓના સિક્કા હતા.૬૯
જૂનાગઢ મ્યુઝિયમ : પર૦ જેટલા સિકકા ગિ. વ. આચાર્યને જૂનાગઢ રાજ્યની તિજોરીમાંથી પ્રાપ્ત થયા હતા. એ. એસ. ગઢેએ સૌ પ્રથમ આ સિક્કાઓ તપાસ્યા હતા. આ ઉપરાંત ૨૦૬ અને ૭ સિકકાના બીજા બે નિધિઓ અહીં હતા. ર૦૯માં ૧૩૪ સિક્કા રદ્રસેન ૩ જાના છે. પર૦ ના નિધિમાં રદ્રદામા ૧ લાથી ભર્તીદામા સુધીના ( સંઘદામા અને દામજદશ્રી ૨ જા સિવાયના) સિક્કાઓ હતા.૩૦
શિરવાલ( જિ. પૂના)માં લગભગ ૪૦૦ સિક્કાને નિધિ ૧૮૪૬માં મળે, એમાં વિજયસેન, દામજદથી ૩ જા, રુસેન ૨ જા, વિશ્વસિંહ, ભદામા, વિશ્વસેન, રુદ્રસિંહ ર જા અને ઈશ્વરદત્તના સિકકા હતા.૭૧
કરાદ(મહારાષ્ટ્ર)માં ૧૮૬માં નિધિ મળે, જેમાં વિજયસેન, દામજદથી ૩ જા, રુદ્રસેન ૨ જા, વિશ્વસિંહ, ભદામા અને વિશ્વસેનના સિક્કાઓ હતા.૭૨
છિંદવાડા(મધ્યપ્રદેશ)માં માત્ર દશ સિકકાને નિધિ મળે, જેમાં રૂદ્રસેન ૨ જાના ત્રણ, ભર્તીદામાના ત્રણ, દામજદશ્રી ૩ જા, વિશ્વસિંહ અને વિશ્વસેનને એકેક અને એક અવાચ હતો.૭૩
સાંચી(ભોપાલ નજીક )માં ૧૯૧૬-૧૭ માં ઉતખનન દ્વારા ૪૧ સિક્કા ઉપલબ્ધ થયા હતા. એમાં રુદ્રસેન ૧ લાને એક, રુસેન ૨ જાના સાત,