________________
૧૫૪] મોકાલથી ગુપ્તકાલ
[પ્ર. છે કે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય એના અધિકારીઓ સાથે માળવા ઉપર ચડી આવ્યો હશે અને માળવા છતી દશેક વર્ષ માળવામાં રહ્યો હશે. ચંદ્રગુપ્ત એના દુશ્મન શક રાજાને સીધી લડાઈમાં નહિ, પણ દગાથી મારી નાખે છે એ બાણના દુરિતમાનો ઉલ્લેખ આ મતને સમર્થન આપે છે.૯૪ આ બધા ઉપરથી.
ઐતિહાસિકો એમ સૂચવે છે કે ચંદ્રગુપ્ત ઈ.સ. ૩૯૫ અને ૪૦૦ની વચ્ચે માળવા ઉપર ચડાઈ કરી ક્ષત્રપ સત્તાનો અંત આણ્યો હશે, ૫ છતાં પશ્ચિમ ભારત ઉપર, ખાસ કરીને ગુજરાત ઉપર, એણે ક્યારે ચડાઈ કરી હશે એ નિશ્ચિત થયું નથી.
' પરંતુ માળવામાંથી મળેલા ચંદ્રગુપ્તના સમયના આ અભિલેખિક પુરાવાઓની ચર્ચા વખતે આ જ પ્રદેશમાંથી ઉપલબ્ધ ક્ષત્રપોના સિક્કાઓ ધ્યાનમાં લેવાયા જણાતી નથી. રાજસ્થાન અને માળવામાંથી ક્ષત્રપ–સિકકાઓના ત્રણ નિધિ મળ્યા છે : સરવાણિયા, સાંચી અને ગંદરમી.૭ આ ત્રણેય નિધિઓમાં રુદ્રસેન ૩ જા સુધીના સિકકા પ્રાપ્ય છે; અર્થાત એના અનુગામી ક્ષત્રપ રાજાઓના સિકકા ઉપલબ્ધ થયા નથી, આથી પરમેશ્વરીલાલ ગુપ્ત અનુમાન કરે છે કે શક વર્ષ ૨૭૩ (ઈ.સ. ૩૫ ) સુધીમાં ૮ કે એ પછી માળવા અને રાજસ્થાન ઉપર કાબૂ ક્ષત્રપએ ગુમાવે. પરંતુ સોતેપુર (મધ્ય પ્રદેશ) નિધિમાં રુદ્રસેન ૩ જાના સિક્કા ઉપરનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૦૧ છે એટલે વિંધ્યાચળની દક્ષિણે આવેલા પ્રદેશ ઉપર કાબૂ ઈ.સ. ૩૭૯ પછી ગુમાવ્યો હોય. આથી તેઓ ક્ષત્રપોની રાજસ્થાન અને માળવા ઉપરની સત્તાને ઈસ. ૩૭૯ સુધી લંબાવે છે.૯૯
આમ ક્ષત્રપ-સિકકાઓના ઉપયુક્ત નિધિઓથી સ્પષ્ટ થાય છે કે ચંદ્રગુપ્તના આક્રમણ સમય પૂર્વે તે ક્ષત્રપાએ રાજસ્થાન અને માળવા ઉપરની પકડ ગુમાવી દીધી હતી, એટલે ચંદ્રગુપ્ત ક્ષત્રપ પાસેથી માળવા આવ્યું હતું એમ હવે કહી શકાય નહિ.
ચંદ્રગુમ વિક્રમાદિત્ય ગુજરાત ઉપર ચડાઈ કરી હોવાનો કોઈ આભિલેખિક પુરાવાય પ્રાપ્ત થયા નથી કે સાહિત્ય અને અનુકૃતિમાં પણ આ વિશે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એના કે એના પુત્ર કુમારગુપ્ત 1 લાના કોઈ શિલાલેખ પણ ગુજરાતમાંથી મળ્યા હોવાનું જાણવામાં નથી. માત્ર એના પૌત્ર કંદગુપ્તને એક લેખ જૂનાગઢના શૈલ ઉપર છે. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના ચાંદીના સિક્કા ગુજરાતમાંથી મળ્યા હોવાનું સ્પષ્ટતઃ જાણવામાં નથી. અળતેકર ચંદ્રગુપ્તા વિક્રમાદિત્યના ચાંદીના સિક્કા કેવળ પશ્ચિમ ભારતમાંથી મળ્યા હોવાની નોંધ કરે છે, ૧૦૦ પરંતુ પશ્ચિમ ભારતનાં કયાં ક્યાં સ્થળોએથી એના સિકકા ઉપલબ્ધ થયા છે એની કઈ સ્પષ્ટતા એમણે કરી નથી, તેથી એના સિક્કા ગુજરાતમાંથી.