________________
મું]. પશ્ચિમી ક્ષત્ર
[૧૫૩ રુસેન ૪ થા સાથે એને સંબંધ જાણમાં નથી. રેંસન એવું સૂચવે છે કે સ્વામી સત્યસિંહ એ સ્વામી સિંહસેનને ભાઈ હોય, પરંતુ એ માટે સીધા આધારો આપ્યા ન હોઈ આવી અટકળ માની લેવી ગ્ય નથી; આથી એમ કહી શકાય કે સ્વામી સત્યસિંહથી શરૂ થતું આ છઠું અને છેલ્લે ક્ષત્રપકુલ છે. સ્વામી રુદ્રસિંહ ૩ જો
સ્વામી સત્યસિંહને પુત્ર સ્વામી રુદ્રસિંહ ૩ જો એ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓમાં છેલ્લે જ્ઞાત પુરુષ છે. એના “મહાક્ષત્રપ' તરીકેના સિકકાઓ વર્ષ ૩૧૦, ૩૨ ૮૭ અને ૩૨ ગ્ના મળ્યા છે. અત્યાર સુધી પશ્ચિમી ક્ષત્રપોનું છેલ્લું જ્ઞાત વર્ષ ૩૧૦ મનાતું હતું, પરંતુ વર્ષ ૩૨૦ ને રુદ્રસિંહ ૩ જાને એક સિકકો આ લેખકને પ્રાપ્ત થયા છે;૮૯ પરિણામે વર્ષ ૩૨૦ હાલના તબક્કે છેલ્લું જ્ઞાત વર્ષ છે, એટલે સ્વામી રસિંહ ૩ જાના શાસનકાલનો અને એ સાથે પશ્ચિમી ક્ષત્રપ સત્તાને અંત શક વર્ષ ૩૨૦ અર્થાત ઈ.સ. ૩૯ની નજીક હોવાનું સંભવે છે.૯૦ ક્ષત્રપ રાજ્યને અંત
ઉપર્યુક્ત વર્ષ ૩૨૦ ને સિકકો એ હાલના તબકકે પશ્ચિમી ક્ષત્રપ વંશને છેલ્લે ઉપલબ્ધ જ્ઞાત અભિલેખિક પુરાવો છે. ત્યાર પછીના સમયની ક્ષત્રપ વંશની કે રાજ્યની કોઈ જ હકીક્ત જાણવા મળતી નથી. ચાષ્ટન કુલના છેલ્લા મહાક્ષત્રપ ભર્તીદામાના અંતથી કે પછી સ્વામી રુદ્રસેન ૩ જાના અંતથી પશ્ચિમી ક્ષત્રપ સત્તાનાં પૂર ઓસરતાં જણાય છે. પશ્ચિમી ક્ષત્રપોમાંના છેલ્લા ત્રાત રાજા સ્વામી રુદ્રસિંહ ૩ જાના સમયમાં ક્ષત્રપ સત્તાનો અંત આવ્યો હોવો સંભવે છે એમ એના અનુગામી કેાઈ રાજાના સિક્કા હજી સુધી મળ્યા નથી એનાથી સૂચવી શકાય. તે આ છેલ્લે રાજા કાં તો અપુત્ર મરણ પામ્યો હોય કે કોઈ અન્ય શક્તિશાળી સત્તાએ ક્ષત્રપ રાજ્યનો અંત આણ્યો હોય એમ માનવું રહ્યું.
રેસનથી માંડી ઇતિહાસના આધુનિક સમય સુધીના અભ્યાસીઓ લગભગ એવો મત ધરાવે છે કે ગુપ્ત વંશના સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે પશ્ચિમ ભારતની આ શક-સત્તાને અંત આણ્યો હોય અને ક્ષત્રપ-રાજ્યને ગુપ્ત સામ્રાજ્યમાં ભેળવી દીધું હોય. આ મતના સમર્થકો પોતાના મંતવ્ય માટે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયના માળવામાંથી મળેલા, ત્રણ શિલાલેખોલર અને ચંદ્રગુપ્તના પિતાના, પ્રકાર-પદ્ધતિમાં ક્ષત્રપ-સિકકાઓના સીધા અનુકરણવાળા, માળવામાંથી પ્રાપ્ત, સમયનિર્દેશવાળા ચાંદીના સિક્કાઓને ૩ આધાર લે છે અને એવી અટકળ કરે