________________
તે પશ્ચિમી ક્ષત્ર
[૧૩૭ ઉત્તરાધિકાર પછી આ નિયમાનુસાર એના અનુજ રુદ્રસિંહને મળે છે. એના ‘ક્ષત્રપ” અને “મહાક્ષત્રપ' તરીકેના ચાંદીના સિક્કા આનું સમર્થન કરે છે.
એના સિકકાઓ ઉપર સે પ્રથમ વાર જ મિતિ કતરેલી જોવા મળે છે, જે સિક્કાઓના વિકાસમાં સીમાચિહન તરીકેનું સ્થાન મેળવી શકે.૪ર એના સમયનિર્દેશવાળા ચાર શિલાલેખ પણ મળ્યા છે.૪૩ પશ્ચિમી ક્ષત્રપમાં સમયનિર્દેશવાળા સિકકા જેમ સૌ પ્રથમ એના છે તેમ પૂર્ણ ભારતીય નામ અપનાવનાર પણ એ પહેલે જ ક્ષત્રપ રાજવી છે.૪૪ આમ એનું સ્થાન બે રીતે મહત્ત્વનું છે.
એના વર્ષવાળા સિકકાઓએ ઘણી વિવાદાસ્પદ મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છેઃ એ દામજદકીના મૃત્યુ પછી ગાદીએ આવ્યું કે એને પદભ્રષ્ટ કરી ગાદી મેળવી, એની અને એના ભત્રીજ જીવદામાં વચ્ચે ગાદી માટે સંઘર્ષ થયેલ કે કેમ, પછી એના રાજ્યઅમલ દરમ્યાન કોઈ પડોશી કે વિદેશી આક્રમણ થયું હતું વગેરે.
એના ખાસ કરીને વર્ષ ૧૧૦ અને ૧૨ ના “ક્ષત્રપ’ તરીકેના સિક્કાઓના સંદર્ભમાં અભ્યાસીઓએ ભિન્ન ભિન્ન અટકળો કરી છે. રેસના મત મુજબ આ સમય દરમ્યાન એનો ભત્રીજો જીવદામ “મહાક્ષત્રપ બન્યો હોય અને રુદ્રસિંહ એના મદદનીશ “ક્ષત્રપ' તરીકે સત્તા ભોગવતો હોય,૪૫ પરંતુ સાપેક્ષ પુરાવાના અભાવે આ સંઘર્ષનું અનુમાન શંકાસ્પદ રહે છે. ભાંડારકર અને અળતેકરના મતે આભીર રાજા ઈશ્વરદત્ત રદ્રસિંહ પાસેથી સત્તા છીનવી લઈ આ સમય (ઈ.સ. ૧૧૧ – ૧૨) દરમ્યાન રાજ્ય કર્યું હોય. ઈશ્વરદત્તના પ્રાપ્ત થયેલા ફકત બે જ વર્ષના સિક્કાઓના આધારે આ અટકળ થઈ હેવી સંભવે છે. ૪૬ સુધાકર ચટ્ટોપાધ્યાયની અટકળ મુજબ આ સમય દરમ્યાન આંધ્રના સાતવાહન રાજાઓએ આ પ્રદેશ જીતી લીધા હોવા જોઈએ અને એના મદદનીશ ‘ક્ષત્રપ” તરીકે રદ્રસિંહ આ પ્રદેશ ઉપર સત્તા ભોગવતો હોવો જોઈએ.૪૭
અગાઉ જ્યારે રસિંહના કેટલાક સિકકાઓ હાથ લાગ્યા ન હતા ત્યારે ઉપર્યુક્ત અટકળો થઈ હતી. એ સમયે એના ઉપલબ્ધ સિકકાઓ પરનાં અને શિલાલેખોમાનાં જ્ઞાત વર્ષોના આધારે એના શાસનાધિકારની બાબતમાં નીચે પ્રમાણેની પરિસ્થિતિ માલૂમ પડતી હતી : પહેલી વાર ક્ષત્રપ તરીકે
: વર્ષ ૧૦૨-૧૦ ૩ ,, મહાક્ષત્રપ તરીકે : વર્ષ ૧૦૩-૧૧૦ બીજી વાર ક્ષત્રપ તરીકે
: વર્ષ ૧૧૦- ૧૧૨ » મહાક્ષત્રપ તરીકે. : વર્ષ ૧૧૩–૧૧૮ કે સંભવતઃ
૧૧૯૪૮