________________
૧૧૪]
સૌ કાલથી ગુપ્તકાલ
[×.
સમસ્ત રાજ્યના પાટનગરને. આથી માનનગર નહપાનના રાજ્યનું પાટનગર સંભવી શકે નહિ.
ભચ
‘આવશ્યકસૂત્ર–નિયુક્તિ' ને આધારે જાયસ્વાલ નહપાનની રાજધાની ભરૂચમાં હતી એવું સૂચવે છે, ૧૦૨ “પેરિપ્લસ’”માં પણ નહપાનના રાજ્યના જે વિસ્તાર દર્શાવ્યા છે તેમાં ભરૂચના સમાવેશ થાય છે, પરંતુ એના સિક્કાઓને એક મેટા સંગ્રહ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જોગલથમ્બીમાંથી પ્રાપ્ત થયા છે, જ્યારે ભરૂચમાંથી એના સિક્કા હજી સુધી પ્રાપ્ત નથી થયા; તેપણ નહપાનને પરાજય સાતવાહન રાજાના હાથે થયાની નોંધ આ ગ્રંથમાં છે, જેને વાસિષ્ઠપુત્ર પુળુભાવિના એક લેખમાંના ગૌતમીપુત્ર શાતકર્ણએ ક્ષહરાત વ ંશને નિર્મૂળ કર્યાના ઉલ્લેખથી સમન મળે છે. નહપાન એ ક્ષહરાત વંશના પ્રાયઃ છેલ્લા રાજા હોવાનું મનાય છે.૧૦૩ આથી સ્પષ્ટતઃ કહી શકાય કે ભરૂચ એ નહપાનના રાજ્યની રાજધાની હતી.૧૦૪
રાજ્યવિસ્તાર
એના રાજ્યની રાજધાની વિશે ઘણાં સ્થળાનું સૂચન થયું છે, જે પરથી એને રાજ્યવિસ્તાર કેટલા મેાટો હશે એને સહજ ખ્યાલ આવી જાય છે. એના રાજ્યની ભૌગોલિક સીમાએ! જાણવા માટે એ સાધને છે: સિક્કાનાં પ્રાપ્તિ
સ્થાન અને શિલાલેખાનાં પ્રાપ્તિસ્થાને તેમજ એમાં નિર્દષ્ટ સ્થા. અજમેર પાસેના પુષ્કરમાંથી તાંબાના ચેાડા સિક્કાએ અને જૂનાગઢમાંથી ચાંદીના થાડા સિક્કા મળ્યા છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના જોગલથમ્મીમાંથી એના ચાંદીના સિક્કાઓને એક મોટો સંગ્રહ મળ્યો છે. આથી એવું અનુમાન થઈ શકે કે નહપાનના રાજ્યમાં હાલના મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક પ્રદેશ, સૌરાષ્ટ્ર અને ઉત્તરમાં અજમેર સુધીના કેટલાક પ્રદેશ સમાવી શકાય.
એના સમયના શિલાલેખામાં એનાં જમાઈ, પુત્રી અને અમાત્યે કેટલાંક સ્થળાએ દાન કર્યાના ઉલ્લેખ છે, જે સ્થળેા પ્રાય: એના રાજ્યમાં આવેલાં હશે. ઉજ્જૈનમાં દાન કર્યાનેા, પુષ્કરમાં જઈ સ્નાન કર્યાના તથા ૩,૦૦૦ ગાયા અને એક ગામ દાનમાં આપ્યાના ઉલ્લેખ છે. આ ઉપરાંત ભરુકચ્છ, શૂર્પારક, કપૂર આહાર, પ્રભાસ, દશપુર વગેરે સ્થળેાએ દાન કર્યા હેાવાની નોંધ છે.