________________
પશ્ચિમી ક્ષત્ર
[૧૧૩
નહપાનનું રાજ્ય વર્ષ ૪૬ના અરસામાં જ પૂરું થયું હોવાનું અનુમાન ઉપલબ્ધ આધાર વડે થઈ શકે છે, અર્થાત્ આ વર્ષ એના રાજ્યના અંતિમ ભાગનું કહેવાય. એટલે એણે આશરે ઈસ્વી સન ૩૨ થી ૭૮ સુધી રાજસત્તા સંભાળી હેવાનું સંભવે.
નહપાનની રાજધાની
એના સમયના શિલાલેખમાં ગવર્ધન (નાસિક પાસે), કપૂર આહાર (કાપુર, મહારાષ્ટ્ર), ચિખલપદ્ર (ચીખલી ?), પ્રભાસ ( હાલનું પ્રભાસ પાટણ), ભરુકચ્છ ( હાલનું ભરૂચ), દશપુર ( હાલનું મંદસોર ), શર્મારક ( હાલનું સેપારા, થાણા જિલ્લો), રામતીર્થ ( સંભવતઃ રામકુંડ, મહારાષ્ટ્ર), પુષ્કર (અજમેર પાસે, નાનંગોલ ( સંજાણ પાસેનું નાગેલ), ઉજન વગેરે સ્થળોનો ઉલ્લેખ છે. આ બધાંમાં કઈ અમુક સ્થળનું વિશિષ્ટ મહત્ત્વ દર્શાવ્યું નથી. દરેક સ્થળે એક યા બીજા પ્રકારનું દાન આપ્યાનો ઉલ્લેખ છે, તેથી એ બધાં તીર્થસ્થાને હોવાનું સૂચવાય; વહીવટી દષ્ટિએ તેઓનો ઉલ્લેખ નથી એ નોંધવું જોઈએ. આ લેખોનાં પ્રાપ્તિ-સ્થાન હાલના મહારાષ્ટ્રમાં આવેલાં છે, જ્યારે દાનનાં સ્થળો મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં આવેલાં છે (જુઓ નકશો ૨ ).
અમુક ઉલ્લેખ પરથી ઉતાજન, મિનનગર અને ભરૂચ એ સ્થળો એની રાજધાની માટે સૂચવાયાં છે. આ ઉપરાંત શર્મારક, ગોવર્ધન, દશપુર, પુષ્કર વગેરેનો સંભવ પણ રાજધાનીના મથક તરીકે સૂચવાય છે.૯૯
ઉજજન
તો સ્ત્રી પુરૂચ ની ગાથા મુજબ ઉજજનની ગાદી ઉપર બલમિત્રભાનુમિત્ર પછી નભસેન (નહપાન) આવ્યો. ૧૦૦ આથી ઉજજન નહપાનની રાજધાની હોવાનું અનુમાની શકાય. ઉપવેદાતે કરેલાં દાનોમાં પણ ઉજજનનો સમાવેશ થાય છે, પરંતુ આ સિવાય અન્ય સીધાં પ્રમાણો પ્રાપ્ત ન થતાં હેઈ ઉજન નહપાનની રાજધાની હતી એ સ્પષ્ટતઃ કહી શકાય નહિ.
મીનનગર
“પરિગ્લસમાં બે જગ્યાએ આ સ્થળનો ઉલ્લેખ છે. આમાં કંડિકા ૪૧ માંને ઉલ્લેખ નાબુનુસ નહપાન)ના સંદર્ભમાં છે. ૧૦ ૧ પરંતુ પૂર્વાપર સંબંધ જોતાં આ ઉલ્લેખ સ્પષ્ટતઃ સુરાષ્ટ્ર પ્રદેશના મુખ્ય નગરને જ લાગુ પડે છે, નહિ કે નાબુનુસના ઈ-૨-૮