________________
૧૦૬]
મયકાલથી ગુપ્તકાલ
[પ્ર.
સિકકા સમયનિર્દેશ વિનાના છે, પરંતુ એના સમયના શિલાલેખમાં વર્ષ ૪૧, ૪૨, ૪૫ અને ૪૬ આપેલાં છે.
ભૂમક
સિક્કાઓમાં એને એક જગ્યાએ છત્રપ છત તરીકે, તે બીજી જગ્યાએ સાત ક્ષત્રપ તરીકે ઓળખાવ્યો છે, ૫૮ આથી એ ક્ષહરાત વંશનો હોવાનું નિશ્ચિત થાય છે.
ભૂમકને કેટલાક વિદ્વાને ચાષ્ટનના પિતા સામોતિક સાથે સરખાવે છે. સિલ્વીન જણાવે છે કે શક “સામોતિક’નું “ભૂમક' એ ભારતીય રૂ૫ છે.પ૯ આ સૂચન ધ્યાનમાં લઈ ટેન કનૌ એવી અટકળ કરે છે કે નહપાન, ચાર્જનને કાકે હોઈ શકે. ૧૦ ઉભયના મત મુજબ શક સમને ભારતીય પર્યાય મૂનિ થાય છે, તેથી “મૂમ' એ “સામોતિ'નું સંસ્કૃત રૂપ છે. આમ ઉભયનાં મંતવ્ય જોતાં ભૂમકનું સ્થાન નહપાન અને ચાષ્ટ્રનની વચ્ચે આવે, અને તે ભૂમકને ચાઇનના પિતા અને નહપાનને ભૂમકને અગ્રજ ગણવો જોઈએ. આથી. નહપાન ભૂમકને અનુગામી નહિ, પણ પુરોગામી હોવાનું સૂચવાય, પરંતુ વસ્તુતઃ નહપાન ભૂમકને અનુગામી છે એ તે નિશ્ચિત થયું છે. ૩ વળી ભૂમકે રાજ્ય કર્યું અને સિક્કા પડાવ્યા, જ્યારે સામોતિકે રાજ્ય કર્યું હોવાને કઈ પુરાવો હજી પ્રાપ્ત થયો નથી. ભૂમક ક્ષહરાત વંશને હતા, પણ સામેતિક એ વંશને હતો એવાં કોઈ પ્રમાણ પ્રાપ્ત થયાં નથી.૬૪ આમ ભૂમક અને સામતિક એક જ વ્યક્તિ છે એમ દર્શાવતા સીધા પુરાવાઓ સાંપડે નહિ ત્યાંસુધી કોઈ નિર્ણયાત્મક સંભવ રજૂ થઈ શકે નહિ. આમ કનૌનું મંતવ્ય તર્કશુદ્ધ જણાતું નથી. ૧૬ ભૂમક અને નહપાન
ભૂમકના સિક્કામાંના લખાણના અક્ષરોના મરોડનું કદ પ્રમાણમાં મોટું અને એની પંકિતઓ જાડી તેમજ લગભગ કાટખૂણે કાપતી આડી અને ઊભી છે, જ્યારે નહપાનના સિક્કાલેખના અક્ષરના મરોડમાં વળાંક દાખલ થયેલે જેવા મળે છે અને એનું કદ ભૂમકના અક્ષરના મરેડના કદ કરતાં થોડું નાનું દેખાય છે. વળી નહપાનના સિકકાના અગ્રભાગમાં સૌ પ્રથમ વાર રાજાની મુખાકૃતિ જોવા મળે છે, જે ભૂમકના સિકકાઓમાં જોવા મળતી નથી. ઉપરાંત ભૂમકના સિક્કાના અગ્રભાગનું અનુકરણ નહપાનના સિક્કાઓના પૃષ્ઠભાગમાં દેખાય છે. 9 આ. હકીક્તોં પરથી સ્પષ્ટ થાય છે કે ભૂમક નહપાનને પુરોગામી હતો. ૧૮