________________
પશ્ચિમી ક્ષત્રપ
[૧૦૩ સાંપડે છે. ઘણા સિક્કાઓ વર્ષની સંખ્યા દર્શાવતા હોઈ લગભગ પ્રત્યેક રાજાની ઉપલી અને નીચલી જ્ઞાત સમય-મર્યાદાને પણ ખ્યાલ મળી રહે છે.
પશ્ચિમી ક્ષત્રપોના વંશવૃક્ષના૩૪ નિરીક્ષણથી એમાં પ્રાયઃ ભિન્ન ભિન્ન છે કુલ (વંશ) હેવાનું અને એમાં એકંદરે ૩૨ વ્યક્તિઓ થઈ હોવાનું જાણવા મળે છે. પહેલું કુળ ક્ષહરાત ક્ષત્રપોના નામે ઓળખાય છે, જેમાં ભૂમક અને નહપાન એ બે જ રાજાઓની માહિતી પ્રાપ્ત થાય છે. બીજું કુળ ચાટ્ટનાદિ રાજાઓનું છે, જેમાં સામેતિકના પુત્ર ચાનથી વિશ્વસેન સુધી ૨૦ રાજાઓ થઈ ગયા. પછીનાં ચાર કુળોનાં વંશનામ જાણવા મળતાં નથી. ત્રીજુ કુળ સ્વામી જીવદામાના પુત્ર રુદ્રસિંહ ર જાથી શરૂ થાય છે અને એના પુત્ર યશોદામા રજાથી પૂરું થાય છે. ચોથા કુળમાંય રુદ્રદામા ર જો અને રુદ્રસેન ૩ જો એમ બે રાજાઓની જાણ મળે છે; સિંહસેનથી શરૂ થતું પાંચમું અને સત્યસિંહથી શરૂ થતું છ કુળ પણ બબ્બે રાજાઓ વિશે માહિતી આપે છે. સમયનિર્ણય
ક્ષત્રપોના સિકકાલે તથા શિલાલેખમાં તે તે વર્ષની સંખ્યા આપેલી છે. મોટી સંખ્યાઓને સળંગ ક્રમ એ વર્ષો કોઈ અમુક સંવતનાં હોવાનું સૂચિત કરે છે. પશ્ચિમી ક્ષત્રપના સાતમાં રાજા રુદ્રસિંહ ૧ લાથી વર્ષની સંખ્યા જણાવતા સિક્કા મળે છે, તે પૂર્વેના રાજાઓના સિક્કા સમય નિર્દેશ વિનાના છે. રુદ્રસિંહ, ૧ લાના સિક્કા પર નોંધાયેલી વર્ષસંખ્યા ૧૦૧ છે૩૫ અને છેલ્લા જ્ઞાત ક્ષત્રપ રાજા રુદ્રસિંહ ૩ જાની નોંધાયેલી વર્ષસંખ્યા ૩૨૦ છે. વર્ષ ૧૦૧ એ સાતમા રાજાનું છે, તેથી પહેલા રાજાનું રાજ્ય લગભગ એ સંવતના આરંભથી શરૂ થયું ગણાય. આમ વર્ષસૂચક આ બે સંખ્યાઓ ક્ષત્રપકાળની ઉપલી અને નીચલી જ્ઞાત મર્યાદા સૂચવે છે.
આ રાજાઓના શિલાલેખોમાં વહેલું વર્ષ ૧૧ છે. એ વર્ષ કાર્દમક વંશના પહેલા રાજા ચાષ્ટનના સમયનું છે. ચાષ્ટની પૂર્વે નહપાન અને ભૂમકે સત્તા સંભાળી હવાના પુરાવા છે, આ આથી ચાષ્ટનના સમયના વર્ષ ૧૧ પૂર્વે આ બંને રાજાઓ થઈ ગયા હોવાનું અનુમાન થઈ શકે. નહપાનના શિલાલેખમાં ઉલિખિત વર્ષો રાજ્યકાલનાં છે. ૬ ઇ એના રાજ્યકાલનાં સાત વર્ષ ૪૧ થી ૪૬ છે, એટલે એણે ઠીક ઠીક લાંબા સમય સુધી સત્તા ધારણ કરેલી હેવાનું અનુમાની શકાય. ચાષ્ટનના સમયના શિલાલેખમાંથી પ્રાપ્ય વર્ષ ૧૧ શક સંવતનું છે એ ગણતરીએ વિચારતાં નહપાનને રાજ્ય-અમલ શક સંવતના