________________
૧૦૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ
(પ્ર.
વાસિષ્ઠીપુત્ર પુલુમાવિના રાજ્યકાલના ૧૯ મા વર્ષને નાસિકના એક લેખમાં શકે, યવને અને પહલવોને તેમજ ક્ષહરતોને હરાવ્યાનો ઉલ્લેખ છે.૨૬ અહીં ક્ષહરાતોને અલગ ઉલ્લેખ હોવાથી તેઓ શકાથી ભિન્ન હોવાનું સૂચિત થતું નથી. પ્રાયઃ જેમ આંધ્ર જાતિમાં સાતવાહન કુલ હતું તેમ શક જાતિમાં લહરાત કુલ હોય એ તદ્દન સંભવિત છે.
કાઈમક વંશના રાજાઓ શક જાતિના હોય એમ આ વંશના પહેલા પુરુષ સામોતિકના નામ પરથી સૂચવાય છે, કેમકે આ નામ સીથિયન ભાષાનું છે. ૨૭ ઉત્તર ભારતમાંથી પ્રાપ્ત શાહદૂરના વર્ષ ૬૦ ના દામીજદના એક ખરેષ્ઠી લેખમાં “શા'ને પ્રયોગ છે. ૨૮ પશ્ચિમી ક્ષત્રપોના ચાન્ટન કુલમાં રામનદ્ નામના ત્રણ રાજાઓ થઈ ગયા. રામીન અને મનના નામસામ્યને ધ્યાનમાં લેતાં ચાષ્ટનકુલીય રાજાઓ શક જાતિના હોય એ સંભવને વિશેષ સમર્થન મળે છે.
તિસ્ત્રો-gorત્તિ નામના જૈન ગ્રંથમાં રવાના અને મર્યકુળાનો ર૯ ઉલ્લેખ છે. એમાં વીર નિર્વાણ પછી ૪૬ વર્ષ બાદ શક રાજા થઈ ગયો અને એના. વશે ૨૨ વર્ષ રાજ્ય કર્યું, એવી નોંધ છે. આ સાથે બીજા રાજવંશનાય ઉલ્લેખ છે. આ સંદર્ભને ધ્યાનમાં લેતાં નહપાન અને ચાષ્ટનાદિ રાજાઓ. શક જાતિના હવાના ઉપર્યુક્ત મંતવ્યને સમર્થન મળે છે. કેટલાક એતિહાસિક એવી પણ અટકળ કરે છે કે કાલકાચાર્ય સાથે આવેલા શકે જ પશ્ચિમી ક્ષત્રપો. હેવા જોઈએ.૩૧
વળી ચાષ્ટનના વંશના લેખમાં નિર્દિષ્ટ વર્ષે પણ એક જ સંવતનાં છે. જે શક સંવત હોવાને મત હવે નિશ્ચિત થયો છે.૩૨ એમની જાતિ શક હોય તે જ એમણે પ્રોજેલ સંવત પછીથી એ નામે ઓળખાયો હોવાને સંભવ અહીં ધ્યાનમાં લેવો ઘટે. વંશાવળીએ
એમના સિક્કાઓ. વંશાવળીઓ તૈયાર કરવામાં અતિ ઉપયોગી થયા છે. ઉપરાંત એમના ૨૦ જેટલા શિલાલેખો મળ્યા છે, જેમાંના કેટલાકમાં વર્ષો અને વંશાવળીઓ આપેલી હોવાથી સિક્કાથી સૂચિત થતી વંશાવળીને કેટલુંક સમર્થન મળે છે. સિકકાઓમાં એ પડાવનાર રાજાનું અને એના પિતાનું નામ, હોવાથી તેમજ ક્ષત્રપ અને મહાક્ષત્રપ ઉભયના સિક્કાઓ મળ્યા હોવાથી કોના પછી કયો ઉત્તરાધિકારી રાજા ગાદીએ આવ્યો એની લગભગ સિલસિલાબંધ માહિતી.