________________
-૯૪].
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પ્ર
આ શક-શાસનના અંતભાગમાં પંજાબમાં કુષાણ કુલના મહારાજા વિમ કદીફિશની સત્તા સ્થપાઈ. ઉત્તર ભારતના આ શક રાજાઓની અને આ કુષાણ રાજાની સત્તા ગુજરાત પર પ્રસરી હતી કે કેમ એ વિશે કંઈ નિશ્ચિત માહિતી મળતી નથી, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક અજ્ઞાતનામ રાજાના તાંબાના સિકકા મળે છે,૪૮ જે આ સંદર્ભમાં લક્ષ્યમાં લેવા જેવા છે. આ સિકકાઓ પર ગ્રીક 6414141 24a ells Feruni Basileus. Basileon Soter Megas (21017એને રાજા, ત્રાતા, મહાન) એવું લખાણ હોય છે. આવા સિક્કા રાજસ્થાન, પંજાબ, વાયવ્ય સરહદ, કાબુલ પ્રદેશ અને કંદહાર પ્રદેશમાં પણ મળે છે.૪૯ આ સિકકા વિમ કદફિશના સમયના હવા સંભવે છે.૫૦
મુનિ કલ્યાણવિજયજીના મત મુજબ જૈન અનુશ્રુતિ અનુસાર ઉજજનમાં બલમિત્ર (વિક્રમાદિત્ય) પછી નભસેને ૪૦ વર્ષ રાજ્ય કર્યું એના રાજ્યકાલના પાંચમા વર્ષે માળવા પર ફરી શકોનું આક્રમણ થયું, તેને માલવ પ્રજાએ વીરતાથી પાછું હઠાવ્યું ને એની યાદગીરીમાં “માલવ સંવત શરૂ કર્યો, જે આગળ જતાં “વિક્રમ સંવત” તરીકે ઓળખાય; નભસેન પછી સે વર્ષ સુધી ત્યાં ગઈભિલ વંશની સત્તા રહી.૫૧ આ બધે સમયે ગુજરાતમાં શકેની સત્તા પ્રવતતી જણાતી નથી, પરંતુ છેવટમાં કુષાણ રાજાધિરાજનું આધિપત્ય પ્રત્યે લાગે છે. ત્યાંસુધી અહીં અપલદતના નામવાળા સિકકા ચલણમાં રહ્યા હોવાનું ભાલુમ પડે છે.
આમ અનુમૌર્ય કાલને ઘણા ઈતિહાસ હજી અજ્ઞાત અને અનિશ્ચિત છે. અશોક મૌર્ય પછી આધારભૂત માહિતી મિનર અને અપલદત વિશે મળે છે અને એ પછી પાછો લહરાત ક્ષત્રપોના શાસનકાલ સુધી અંધકાર પ્રવર્તે છે. ગુજરાતને લગતી તકાલીન અનુકૃતિઓમાં વચ્ચે કાલકાચાર્ય સાથે સુરાષ્ટ્રમાં થઈને આવેલા શકનો અને ભકચ્છના રાજા બલમિત્રનો ઉલ્લેખ મળે છે. આ સિવાય ગુજરાતના આ કાલના ઈતિહાસમાં હજી ઘણો ખાલી ગાળો રહેલો છે.