________________
૫ મું] અનુમૌર્યકાલ
૯િ લગભગ ઈ.પૂ. ૧૬૫ થી ૧૫૫ સુધી રાજ્ય કર્યું જણાય છે.’ આ રાજાએ પિતાની સત્તા સૌરાષ્ટ્ર સુધી પ્રસારી હોય એવું ભારતીય યવન રાજાઓના ઉલ્લેખ કરતા કઈ પ્રાચીન ગ્રંથમાં જણાવ્યું નથી, પરંતુ એના સિક્કા સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગમાં અને જુદા જુદા સમયે મળ્યા છે કે એ પરથી એ સિક્કા ત્યાં વેપાર માટે કે શોભા માટે આયાત થયા હોવા કરતાં ત્યાંના ચલણ તરીકે પ્રયોજાયા હોવા જોઈએ અને એ પરથી એઉકતિદનું શાસન સૌરાષ્ટ્રમાં પ્રવત્યુ હોવું જોઈએ એવું અનુમાન તારવવામાં આવ્યું છે. ૧૦
એઉકતિદના જે સિકકા અહીં મળ્યા છે તે બધા ઘણા નાના છે. એને
બોલ” (ગ્રીકમાં “opolus”) કહેતા; એ દ્રશ્નના છઠ્ઠા ભાગના હતા. સૌરાષ્ટ્રમાં એ અગાઉ નાના કદના (૪ કે પ-૭ ગ્રેનના) આહત સિકકા (પટ્ટ ૧૪, આકૃતિ ૬૯) પ્રચલિત હોઈ, અહીં એક્રિતિદે આવા નાના સિક્કા પ્રચલિત કર્યા હશે એવું ધારવામાં આવ્યું છે. ૧૦ અ ગુજરાતમાં મળેલા આ સિકકાઓની અન્ય વિગત પ્રસિદ્ધ થઈ નથી.
એકિતિદ પછી મિનન્દર ૧ મિલિન્દ ૧૨ નામે પ્રતાપી રાજા થયે. એ દિમિત્રના કુલ સાથે ગાઢ સંબંધ ધરાવતો હતો. ૧૩ એણે પૂર્વમાં બિયાસ નદીની પાર ગંગા પ્રદેશમાં કૂચ કરી; પંચાલ અને મથુરાના રાજાઓને સાથ આપી સાકેત (અયોધ્યા) પર આક્રમણ કર્યું અને છેક પાટલિપુત્ર સુધી કુચ કરી.૧૪ દક્ષિણમાં મધ્યમિકા (ચિતોડ પાસે) પર આક્રમણ કર્યું. ૧૫ “માલવિકાગ્નિમિત્ર'માંના ઉલ્લેખો પરથી માલૂમ પડે છે કે રાજા પુષ્યમિત્રના પૌત્ર કુમાર વસુમિત્રે સિંધુના તટે યવન સેનાને હરાવી. આ યવન સેના તે ભારતીય-યવન રાજા મિનન્દરની સેના હેવા સંભવ છે. ૧૭ આ અનુસાર એ બનાવ પુષ્યમિત્રના રાજ્યકાલ (લગભગ ઈપૂ. ૧૮૫-૧૪૯)ના અંતભાગમાં બન્યો જણાય છે. ૧૮ મિનન્દરની વિજયકૂચે એને પૂર્વમાં કંઈ કાયમી કબજે ભાગ્યેજ અપાવ્યો, પરંતુ દક્ષિણમાં એનું શાસન સૌરાષ્ટ્રની પાર દક્ષિણ ગુજરાત સુધી પ્રવર્યું હોવાનું જાણવા મળે છે. ૧૯
અપલદર( લગભગ ઈ.પૂ. ૧૩૬-ઈપૂ. ૮૭)ના આધારે સ્ત્રબ (લગભગ ઈ. પૂ. પ૪-ઈ. સ. ૨૪) નેધે છે કે બાલિક-યવન રાજાઓએ, ખાસ કરીને મિનન્દ, સિકંદર કરતાં વધારે જાતિઓને વશ કરી હતી, કેમકે કેટલીકને એણે પોતે અને બીજીને એકથીદિમના પુત્ર દિમિત્રે વશ કરી હતી; તેઓએ માત્ર પાતાલનો જ નહિ, પરંતુ બાકીના સમુદ્રતટ પર આવેલ સુરાષ્ટ્ર અને સાગરદ્વીપના રાજ્યના 'પણ કબજે લીધે.૨૦