________________
મૌર્યકાલથી ગુપ્તકાલ આ પછીના ઈતિહાસમાં મુસ્લિમ સમયના અંત સુધી પણ આ નગર “ખેંગારનગર” નામે કે “જૂનાગઢ” નામે સૌરાષ્ટ્રમાં પોતાનું કેદ્રીય સ્થાન વધતા-ઓછા પ્રમાણમાં સાચવી રાખે છે.૯૧
પાદટીપ
1. The city, as one finds it in history, is the point of maximum concentration for the power and culture of a community. It is the place where the different rays of many separate beams of life fall into focus, with gains in both social effectiveness and significance. The city is the form and symbol of integrated social relationship ; it is the seat of the temple, the market, the hall of justice, the academy of learning. There in the city the goods of civilization are multiplied and manifolded; here is where hunan experience is transformed into viable signs, symbols, patterns of conduct, systems of order. Here is where the issues of civilization are focused; here too, ritual passes on occasion into the active drama of a fully differentiated and self-conscious society.
Leuis Mumford, Culture of Cities, Introduction, p. 3
અનુવાદ: લોકસમાજની શક્તિ અને સંસ્કૃતિ જ્યાં વધારેમાં વધારે કેંદ્રિત થતી હોય તે બિંદુ એ નગર છે, એમ ઈતિહાસમાંથી સમજાય છે. એ એક એવું સ્થાન છે જ્યાં જીવનની અનેક વિભિન્ન પ્રકાશપટ્ટીઓનાં વેરવિખેર કિરણે કેંદ્રિત થતાં હોય છે અને જેને સામાજિક પ્રભાવ અને મહત્ત્વને લાભ પણ વરેલો છે. નગર એ સામાજિક સંબંધની સુશ્લિષ્ટતાનું પ્રતીક અને આકાર બને છે. એ ધર્મમંદિરનું, વાણિજ્યનું, ન્યાયાલયનું અને વિદ્યાપીઠનું સ્થાન છે. નગરમાં સંસ્કૃતિની વસ્તુઓ અનેકગણી અને અનેક પ્રકારની થાય છે. અહીં જ માનવ-અનુભવો આત્મનિર્ભર ચિહ્નો, પ્રતીકે, આચારની ભાત અને વ્યવસ્થાની પદ્ધતિઓમાં રૂપાંતર પામે છે. સંસ્કારી જીવનના પ્રશ્નો અહીં જ તીવ્રપણે પ્રકાશિત થાય છે, અને અહીં જ આધાર વિધિઓને, પ્રસંગોપાત્ત, સંપૂર્ણપણે વિશિષ્ટ અને આત્મભાન-યુકત એવા સમાજના સક્રિય જીવન-વ્યવહારમાં સંક્રાંત થવાને અવકાશ મળે છે. ” પ્રસ્તાવના, પૃ. ૩
લૂઈ મમ્ફર્ડ”, “નગરની સંસ્કૃતિ
અનુવાદક: આચાર્ય યશવંત શુકલ ઈતિહાસમાં નગરોને વિકાસ ક્યારે, કેમ અને કેવી રીતે થાય છે એ સમજવા માટે 'William B. Munroનો City (નગર) ઉપરનો લેખ મનનીય છે. Encyclopaedia of Social Sciences, Vol. III, pp. 474-482