________________
૩ જુ]. પહેલું પાટનગર ગિરિનગર
[ ૬૫ પ્રભાવરિત (વિ. સં. ૧૩૩૪, ઈ. સ. ૧૨૭૭-૭૮) ના કર્તા પ્રભાચંદ્રના સમયમાં પણ આ અવશેષ હતા, પરંતુ એમનું કથન એવું છે કે રૈવતક પર્વતની નીચે દુર્ગ સમીપે પાદલિપ્તાચાર્ય (ઈ. સ. બીજે ત્રીજે સૈક) ૮ પાસેથી નાગાજુ ને શ્રીનેમિચરિત સાંભળી કૌતુકથી સર્વ આવાસ આદિની, દશાર્ડમંડપની અને શ્રીમદુગ્રસેનનૃપાલયની રચના કરી, અને વૈદિકમાં વિવાહાદિની વ્યવસ્થા કરી. એ બધું આજે પણ ત્યાં ગયેલા ધાર્મિકેને જોવામાં આવે છે.૮૯
અહીં નોંધવું જોઈએ કે રૈવતક પર્વતની નીચેના દુર્ગનું નામ આપ્યું નથી; ગિરિનગર' નામ વિસ્મૃત થયું હશે. વળી “કુમારપાલપ્રતિબોધ'ની અનુકૃતિમાં અને “પ્ર. ચ' ની અનુશ્રુતિમાં થોડીક મતભેદ છે, એ પણ નેધવું જોઈએ.
યાદવોના સમયના અવશેષો બચી રહ્યા હોય એના કરતાં નાગાર્જુન (જેણે પાલિતાણાનું નિર્માણ પણ કર્યું કહેવાય છે)૯૦ જેવા કેઈક આ રચનાઓ કરી હોય એ વધારે સંભવિત લાગે. પરંતુ અહીં પેરિપ્લસના લેખકે જે સિકંદરના “સ્મારક-જૂનાં મંદિરે, છાવણીઓના પાયા અને મોટા કૂવાઓને નિર્દેશ કર્યો છે તે ધ્યાનમાં લેવાં જોઈએ. સંશોધકો આ અવશેષોને સિકંદરના માનતા નથી, પણ સંભવતઃ યવન રાજાઓના માને છે, એ આપણે જોઈ ગયા. આવા જ કઈ અવશેષો જૈન અનુકૃતિઓના મૂળમાં ન હોય ? અથવા જૈન અનુકૃતિ કોઈ મૂળ પરંપરાને અનુસરતી માનીએ તો એ નેમિનાથના નામની સાથે સંકળાયેલી કોઈ રચનાઓ હોય? પરંતુ આને ઉત્તર મેળવવા વધારે સંશોધનની, ખાસ કરી ગિરનારની તળેટીમાં ઉખનનની આવશ્યકતા છે.
આપણે જોયું કે ગિરનાર મહાત્મ્ય જે અપેક્ષાએ ઘણું અર્વાચીન છે તે ત્રેતાયુગમાં આ નગરનું નામ “રેવત” હેવાનું અને કલિયુગમાં “પરાતનપુર” હોવાનું જણાવે છે, “પારાતનપુર” એ “જૂનાગઢનું સ્પષ્ટ સંસ્કૃત ભાષાંતર છે. જિનભદ્રસૂરિ “જુર્ણદુર્ગ” ઉપરાંત “ઉગ્રસેનગઢ” અને “ખંગારગઢ” એવાં બે નામ આપે છે. મધ્યયુગીન જૈન પરંપરામાં “ઉગ્રસેનગઢ” કે “ઉગ્રસેનપુર” અને “ખેંગારગઢ” વધારે જાણીતાં છે.
આનર્ત રાષ્ટ્રના પ્રથમ ઈતિહાસ-પ્રમાણિત પાટનગરને આવો કંઈક ઈતિહાસ છે. એ ઇતિહાસ ગિરિનગર કેવું સંસ્કૃતિ-કેંદ્ર હશે એની કાંઈક સાક્ષી પુરાવે છે. ઈ-૨-૫