________________
કશું ]
પ્રાગ-ઈતિહાસ અને આઇ-ઈતિહાસ [૫ પદાર્થોને નક્કર ખ્યાલ આવે છે, પરંતુ લિખિત કે અભિલિખિત સાધનોના કે એના વાચનના અભાવે એ સંસ્કૃતિનાં કઈ વ્યક્તિનામોની તેમજ તે તે પ્રજાની વિચારસરણીઓની માહિતી મળતી નથી એ એની એક મોટી મર્યાદા છે. ઐતિહાસિક કાલની વસાહતોના ઈતિહાસના અન્વેષણમાં લિખિત-અભિલિખિત સાધન અને ભૌતિક અવશેષો પરસ્પર પૂરક બની તે તે સંસ્કૃતિનાં સૂક્ષ્મ તથા સ્થૂલ એ બંને પ્રકારનાં પાસાં પર પ્રકાશ પાડવામાં ઉપયોગી નીવડે છે. લિખિત સાધનોના કે એના વાચનના અભાવે આ સંસ્કૃતિઓના સમયાંકન માટે પણ ઉપલક અંદાજ તારવવા પડે છે.
સમયાંકન
ઐતિહાસિક કાલનાં લખાણમાં ઘણી વાર મળે છે તેવી સંવત, વર્ષ, માસ, પક્ષ, તિથિ વગેરેની ચોક્કસ કાલગણના પ્રાગ-ઐતિહાસિક તથા આઘ-ઐતિહાસિક સંરકૃતિઓ સંબંધી ઉપલબ્ધ ન હોઈ, એની કાલગણના માટે બીજી કેટલીક પદ્ધતિઓ પ્રયોજવામાં આવે છે ને એ પરથી પણ એના ઉપલક અંદાજ મળે છે. એમાં કેટલીક વાર માત્ર સાપેક્ષ કાલગણના જ તારવી શકાય છે. વળી આદ્યઐતિહાસિક કાલ માટે મુખ્યત્વે શતાબ્દીઓના અને પ્રાઐતિહાસિક સંસ્કૃતિઓ માટે સહસ્ત્રાબ્દીઓના કે લક્ષાબ્દીઓના ય અંદાજ મૂકવા પડે છે.
પુરાતન સંસ્કૃતિઓના સાપેક્ષ સમયાંકન માટે બે પ્રકારની પદ્ધતિઓ પ્રયોજાય છે: ૧. આંતર અને ૨. બાહ્ય. આંતર પદ્ધતિઓમાં તે તે સમયના ઉપલબ્ધ પદાર્થોના પિતાના સ્વરૂપનો આધાર લેવામાં આવે છે, જ્યારે બાહ્ય પદ્ધતિઓમાં તે તે પદાર્થનાં પ્રાપ્તિસ્થાને અને બીજી આનુષંગિક બાબતને આધાર લેવામાં આવે છે.
આંતર પદ્ધતિઓમાં કેટલાક પદાર્થોના વિશિષ્ટ નિર્માણને લઈને એનું સમયાંકન કરવાનું સરળ બને છે. આવી અનુકૂળતા ખાસ કરીને લાકડામાં અને પકવેલી માટીમાં હોય છે.
લાકડું સૂકા પ્રદેશમાં લાંબો વખત ટકે છે. વનસ્પતિમાં વૃક્ષ વધારે દીર્ઘજીવી છે જે પોતાના જીવનકાલ દરમ્યાન વિશિષ્ટ રીતે વિકસે છે. એનાં થડ તથા ડાળની અંદર વર્ષે વર્ષે મોટાનાના કેશનાં વલય રચાયાં હોય છે તે પરથી