________________
૧૪]
[પ્ર
ઇતિહાસની પૂર્વભૂમિકા કરતાં પાકી ઈંટોની ઈમારતોના અવશેષ વધારે સારી હાલતમાં જળવાયા હેય છે. આ ઇમારતોની અંદર તથા એની આસપાસ માટીનાં વાસણ, પથ્થર તથા ધાતુનાં ઓજાર અને હથિયારે, ઘરગથુ ઉપયોગ હુન્નરકલા તથા માજશેખ માટે બનાવેલી વિવિધ ચીજો, દફનાવેલાં શબ, અસ્થિપાત્રો કે ભસ્મપાત્રો વગેરે અનેક પ્રકારના નાનામોટા જંગમ અવશેષ મળે છે. હડપ્પીય સંસ્કૃતિનાં નગરમાં ઘણી વાર અભિલેખો ધરાવતી મુદ્રાઓ તથા કેટલાંક એવાં મુકાંક પણ પ્રાપ્ત થાય છે. ઉખનન સ્થળતપાસને વધુ કાર્યક્ષમ બનાવે છે ને મેટી વસાહતનાં ખંડેરેનાં સ્થળોએ કરાયેલા મોટા પાયા પરના ઉખનન દ્વારા તે તે વસાહતના લેકજીવનનાં વિવિધ પાસાં વિશે વિપુલ માહિતી મળે છે. અલબત્ત આ માહિતી પાદાર્થિક અવશેષો દ્વારા મળતી હોઈ મોટે ભાગે લેકજીવનના ભૌતિક સ્વરૂપને ખ્યાલ આપે છે; શબનિકાલની જુદી જુદી પદ્ધતિઓ, દફનાવેલાં શબ પાસે મૂકેલાં મૃત્પાત્રો, માતાજીની નાની મૂર્તિઓ વગેરે પ્રકારના અવશેષો પરથી તેમજ અમુક પ્રકારનાં ચિત્રો તથા શિલ્પો પરથી અમુક સામાજિક રીતરિવાજે તથા ધાર્મિક માન્યતાઓની પણ ઝાંખી થાય છે. આમ સ્થળતપાસ અને ઉતખનન દ્વારા પુરાકીય અન્વેષણ માટેની ઘણી સાધનસામગ્રી ઉપલબ્ધ થાય છે. અર્થઘટન
સ્થળતપાસ અને ઉખનન દ્વારા પુરાવસ્તુકીય અવશેષો મળે એ પછી એને તલસ્પર્શી અભ્યાસ કરી એ સામગ્રીનું યથાયોગ્ય અર્થઘટન કરવામાં આવે છે, જે પરથી તે તે સમયની તે તે સ્થળની સંસ્કૃતિને ઘણો ઈતિહાસ નિરૂપી શકાય. સ્થળતપાસ અને ઉખનનની પ્રવૃત્તિ પૂરી થયે એમાંથી ઉપલબ્ધ થયેલી સામગ્રીને અભ્યાસ કરીને એને લગતો વિગતવાર સચિત્ર અહેવાલ તૈયાર કરવામાં અને પ્રકાશિત કરવામાં આવે છે. એમાં પહેલાં તે તે સ્થળના જુદા જુદા ભાગમાં જુદા જુદા સ્તરમાં મળેલા અવશેષને યથાતથ વૃત્તાંત આપવામાં આવે છે ને પછી એ સામગ્રી પરથી તે તે સંસ્કૃતિ વિશે ફલિત થતો ઈતિહાસ નિરૂપવામાં આવે છે. આમાં અનુમાને તારવવામાં અને સંભાવનાઓની અટકળ કરવામાં બને તેટલી સાવધતા રાખવામાં આવે છે. એમાંની ઘણી સામગ્રીને સંગીન અભ્યાસ કરવામાં સ્તરવિદ્યા, પ્રાણિવિદ્યા, જીવવિદ્યા, ખનિજવિદ્યા, ધાતુવિદ્યા, રસાયનશાસ્ત્ર ઇત્યાદિ અનેક વિદ્યાઓના પ્રાથમિક જ્ઞાનની તેમજ તે તે વિદ્યાના નિષ્ણાતોના અહેવાલની આવશ્યકતા રહે છે. | ભૌતિક અવશેષ દ્વારા તે તે સમયનાં હાડપિંજરો, ઓજારે, હથિયારે, ઘરવપરાશ હુન્નરકલા અને મોજશોખની ચીજો, ઇમારતો વગેરે અનેકવિધ