________________
to )
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
ku
પ્રાણીઓના દેહાવશેષ, માનવે ધડેલાં વાસણા, માનવે કડારેલાં ચિત્રાંકના ત્યાદિ સામગ્રીને સમાવેશ થાય છે. આ સામગ્રી મુખ્યત્વે સ્થળતપાસ દ્વારા અને કેટલેક અંશે ઉત્ખનન દ્વારા મળી હાય છે.
આદ્ય-ઐતિહાસિક સસ્કૃતિમાં કેટલીક સસ્કૃતિ પુરાવસ્તુકીય સામગ્રી દ્વારા જ પ્રકાશમાં આવી છે, જ્યારે બીજી કેટલીક સંસ્કૃતિ અનુકાલીન આનુશ્રુતિક વૃત્તાંતા દ્વારા જાણવા મળે છે. આ એ પ્રકારની સ ંસ્કૃતિ વચ્ચે હજી કોઈ એકતા કે સમકાલીનતા સિદ્ધ થઈ નથી.૯
પુરાવસ્તુકીય સામગ્રી પરથી હડપ્પીય સંસ્કૃતિ જેવી જે કેટલીક સંસ્કૃતિએ જાણવા મળી છે તે મુખ્યત્વે સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા જાણવા મળી છે. આ સામગ્રીમાં મુખ્યત્વે માટીનાં વાસણા, ઇમારતા, પથ્થર તાંબા અને કાંસાની ચીજો, સાનુ રૂપુ` હાથીદાંત વગેરેની ચીજો, હાડપિંજરા, ખાપરી, અસ્થિઓ વગેરેને સમાવેશ થાય છે.
પુરાવસ્તુકીય અન્વેષણ
પુરાવસ્તુકીય અવશેષોની શેાધ કેટલીક વાર અનાયાસ કે અકસ્માત્ થતી ડાય છે ને એ શેાધ કેટલીક વાર અન્ય ક્ષેત્રના માણસા દ્વારા થતી હોય છે, પરંતુ એ અવશેષોના પ્રાગ્—તિહાસ તથા ઇતિહાસની પ્રમાણિત સાધનસામગ્રી તરીકે ઉપયેાગ કરવા માટે પુરાવસ્તુવિદ્યાના જાણકારા એની ને એની સાથે સલગ્ન એવા સવિધ અવશેષાની પદ્ધતિસર શેાધ કરે, એ અવશેષોને એનાં પ્રાપ્તિસ્થાના અને પ્રાપ્તિસ્તરાના સંદર્ભમાં તપાસે અને એ ઉપલબ્ધ સાધનસામગ્રીના પદ્ધતિસર અભ્યાસ પરથી તે તે યુગ કે કાલની સ ંસ્કૃતિના ઇતિહાસ વિશે તર્કશુદ્ધ અનુભાના તારવે ત્યારે જ એ પ્રક્રિયા વૈજ્ઞાનિક અને પ્રમાણિત નીવડે છે.
પુરાવસ્તુવિદ્યાના વિષય હવે સામાજિક વિજ્ઞાના કે માનવવિદ્યાઓમાં સીમિત ન રહેતાં વિજ્ઞાનની અંતર્ગત ગણાવા લાગ્યા છે. એ વિદ્યાના ક્ષેત્રમાં પુરાવસ્તુકીય સાધનસામગ્રીની શોધ માટે સ્થળતપાસ અને ઉત્ખનનની પદ્ધતિઓની જાણકારી તથા પ્રાયેાગિક આવડત જરૂરી બને છે ને એમાં ઉપલબ્ધ થયેલી સાધનસામગ્રીના અર્થધટન માટે ભૂસ્તરવિદ્યા, અભિલેખવિદ્યા, પ્રાચીન ભાષાએ ત્યાદિ અનેક