________________
પ્રાણ-ઇતિહાસ અને આવ-ઈતિહાસ પહ આ કાલ આમ તે ઐતિહાસિક કાલને આરંભિક તબકકે જ છે, પરંતુ જ્યાંસુધી ઈતિહાસ માટે અનિવાર્ય એવા સમકાલીન પુરાવા અને એવી લિપિબદ્ધ માહિતી મળે નહિ, ત્યાંસુધી આ કાલને “આઘઐતિહાસિક ગણવામાં આવે છે.
આ કાલ દરમ્યાન માનવ ધાતુકામને હુન્નર જાણી લઈ ધાતુની ચીજો ઘડો થયો હતો. આમ હવે “પાષાણયુગને બદલે “ધાતુયુગ પ્રવર્યો. ધાતુયુગના આરંભિક તબક્કામાં એ મુખ્યત્વે તાંબાને ઉપયોગ કરતો ને આગળ જતાં તાંબામાં લઈ મેળવી કાંસાને ઉપયોગ કરતે, આથી આ યુગને “તામ્રયુગ” કે “તામ્ર–કાંસ્યયુગ” કહે છે. શરૂઆતમાં એ તાંબા ઉપરાંત પાષાણને ય ઠીક ઠીક ઉપગ કરતો, તેથી એને “તામ્ર–પાષાણયુગ” કહે છે. ભારતમાં આ યુગની હડપ્પીય સંસ્કૃતિનાં મેટાં સ્થળનાં ખંડેરોમાં નાના સંખ્યાબંધ અભિલેખ મળ્યા છે, આથી એ સંસ્કૃતિને પ્રાગ--ઐતિહાસિક ન ગણાય. છતાં એ અભિલેખોની લિપિ હજી નિશ્ચિત રીતે ઊકલી શકી ન હઈ એમાં લખેલી હકીકત ઉપયોગી નીવડી નથી, આથી આ સંસ્કૃતિને હાલ “આઘઐતિહાસિક ગણવામાં આવે છે.
ભારતીય સાહિત્યમાં વેદસાહિત્ય રચનામાં પ્રાક-પાણિનીય છે, પરંતુ એને સમકાલીન પુરાવો ઉપલબ્ધ થયો નથી. એવી રીતે પુરાણમાં પ્રાચીન રાજવંશે તથા ઋષિકુલે વિશેની અનુશ્રુતિઓ પ્રાબુદ્ધકાલને લગતી છે, પરંતુ એની ઐતિહાસિકતા માટે પણ કંઈ નક્કર પુરાવા મળ્યું નથી. ભારતના ઇતિહાસમાં ભગવાન બુદ્ધ તથા મહાવીર સ્વામીના સમકાલીન મગધરાજ બિંબિસારથી શરૂ થતા વૃત્તાંતની ઐતિહાસિકતા પ્રતિપાદિત થઈ છે, આથી એ પહેલાંના કાલને લગતી આ સર્વે અનુકૃતિઓમાં જણાવેલી વ્યક્તિઓ તથા ઘટનાઓને પણ હાલ “આઘઐતિહાસિક ગણવામાં આવે છે.
ર, પુરાવતુકીય અન્વેષણે પુરવસ્તુકીય સાધનસામગ્રી
પ્રાગૃઐતિહાસિક સંસ્કૃતિના વૃતાંતને સર્વ આધાર એ કાલની પુરાવસ્તુકીય સાધનસામગ્રી પર રહેલું છે. આ સંસ્કૃતિ પ્રાગ–અક્ષરજ્ઞાન હોઈ એમાં કઈ લિખિત કે અભિલિખિત સામગ્રીની અપેક્ષા રહેતી નથી. એમાં તે મુખ્યત્વે માનવે ઘડેલાં પાષાણનાં હથિયાર, માનવના અને માનની સાથે સંકળાયેલાં