________________
“ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”ની ગ્રંથમાલાની યોજના મંજૂર કરી ને નવેંબર, ૧૯૬૭માં એની કાર્યવાહી શરૂ થઈ
આ ગ્રંથમાલા માટે ભો. જે. વિદ્યાભવન ટ્રસ્ટ કાર્યવાહક સમિતિએ તા. ૫-૧૨-૧૯૬૭ ના રોજ નીચે પ્રમાણે નિયુક્તિ કરી?
સંપાદક ૧. શ્રી. રસિકલાલ છો. પરીખ ૨. 3. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
સલાહકાર સમિતિ ૧. મુનિ શ્રી જિનવિજયજી ૨. આચાર્ય શ્રી ડોલરરાય ર. માંકડ ૩. ડે. હસમુખ ધી. સાંકળિયા ૪. ડ. ભોગીલાલ જ. સાંડેસરા ૫. શ્રી. અનંતરાય મ. રાવળ ૬. આચાર્ય શ્રી યશવંતભાઈ પ્રા. શુકલ
૭. ડે. છોટુભાઈ ર. નાયક સંપાદકોએ ઘડેલી ગ્રંથમાલાની તાત્કાલિક રૂપરેખા પર વિગતે ચર્ચાવિચારણા કરી સલાહકાર સમિતિએ તા. ૧૯-૧૨-૧૯૬૭ની બેઠકમાં એને આખરી સ્વરૂપે આપ્યું. આ યોજના અનુસાર ગુજરાતના ઇતિહાસની આ ગ્રંથમાલામાં આદ્ય પાષાણયુગથી માંડીને ૧૯૬૦ સુધીને ઈતિહાસ નીચે પ્રમાણે નવ ગ્રંથમાં ફાળવવામાં આવ્યો છે: ૧. ઇતિહાસની પૂર્વભૂમિકા
(પ્રાગ-ઈતિહાસ અને આદ્ય-ઈતિહાસ સહિત) ૨. મૌર્યકાલથી ગુપ્તકાલ
(લગભગ ઈ.પૂ. ૩૨૨ થી લગભગ ઈ. સ. ૪૭૦)