________________
જ૪]
ઈતિહાસની પૂર્વભૂમિકા પ્રા–ઐતિહાસિક કાળમાં કચ્છના અખાતમાં સિંધુ નદી એને કપ ઠાલવતી એ નિઃશંક છે. વળી સિંધુ નદીનું પાત્ર એના વર્તમાન મુખ કરતાં ઘણું પૂર્વ તરફ હતું. સમય જતાં એ નદી પશ્ચિમ તરફ ઢળી ત્યારથી કચ્છને અખાત પુરાતો ગયો. પરિણામે એને દક્ષિણ ભાગ ધીરે ધીરે પુરાઈ ગયો ને નીચાણને પ્રદેશ બની રહ્યો.
રણોની રેતી અને ખારપાટ આ સમયનાં છે. આ સ્તરોએ તળ-ગુજરાતનાં પ્રાચીન ભૂકવચને ઢાંકી દીધાં છે. ઉત્તર ગુજરાતની નદીઓનાં ઊંચા-નીચાં, ઉપપાત્રો, પવનથી ઊડતી ઝીણી બદામ-ગી રેતાળ માટીના જાડા થરે, સાબરમતી અને મહીની ખીણમાં ૩૦-૬૦ મીટર ઊંડા પ્રેરાયેલાં વાંધાઓ અને નાળાઓ, Lateriteના લાલ-પીળા લેહમય સ્તરો-રેતીના ઢગલાઓ અને સૌરાષ્ટ્રના ઉપકિનારાઓ આ આધુનિક યુગના છે.૧૫ ખંભાત અને કચ્છના અખાતો પુરાઈ જવાથી ઘણી નવી જમીન મળી છે. સિંધુની સરખામણીએ ગુજરાતની નદીઓની ખાણો ઘણી પ્રાચીન છે. કેઈ સ્થળોએ અખાતે અને નદીઓની ખીણો પુરાઈ ગઈ તે કોઈ સ્થળોએ અખાતે વધારે ઊંડા ખોદાઈ ગયા. કઈ જગાએ, જેમકે કચ્છમાં ૧૮૧૯ના જેવા, મોટા ધરતીકંપ થયા અને જમીન ઉપર આવી કે નીચે બેસી ગઈ. ગુજરાતમાં માનવના પ્રાદુર્ભાવ પછી આવાં ભૂસ્તર-પરિવર્તન ઘણાં જૂજ થયાં છે.
પાદટીપે ૧. ડી. એન વાડિયા, ગુજરાતની ભૂસ્તર-રચના”, “ગુજરાતની કીર્તિગાથા”, ૫ ૩-૧૬ અને ૧૮૦ પરથી સુધારા વધારા સાથે ઉદ્દત
2 S. S. Merh, "Geology and Mineral Resources", Indian National Congress, 66th Session, Bhavnagar, Souvenir, A Glimpse of Gujarat, p. 16.
૩. એજન, પૃ. ૨૦-૨૧ ૪. એજન, પૃ. ૨૦ ૫. એજન, પૃ. ૧૭
૬ આ યુગના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે: ૧. ટ્રાયાસિક, ૨. જરાસિક અને ૩ મિસિયસ. ટ્રાયાસિક એટલે ત્રણ પડવાળા સ્તરને, જુરાસિક એટલે કોન્સ-સ્વિટ્ઝરલેન્ડ પ્રદેશમાં આવેલા જૂ પર્વતમાં મળેલા સ્તરને, ક્રિટેસિયસ એટલે ચાકના સ્તરને.