________________
ઇતિહાસની પૂર્વભૂમિકા
રાજપૂતો
આ સમય દરમ્યાન અનેક રાજકુ (સ્થાનિક અને બહારથી આવેલાં) થઈ ગયાં છે-મૈત્રકે, સૈફૂટકે, ગાલકે, સૈધ કે જેઠવા, ચાહમાને, ગુર્જર, ચૌહાણ, સેકે, પરમારે, પ્રતીહારો, ચૂડાસમા, રાષ્ટ્રકૂટ કે રાઠોડ, સોલંકી, કાઠી, મેર, આભીર કે આહીર–આ બધાં રાજવંશી કુલ રાજસત્તાએ હોય ત્યાંસુધી ઊંચી ક્ષત્રિય તરીકેની પ્રતિષ્ઠા-સત્તા ધરાવતાં હોય એ સ્વાભાવિક છે. રાજસત્તા ગુમાવી બેસતાં કુલનાં બધાં કુટુંબો માટે પ્રતિષ્ઠા ને સંપત્તિ ટકાવવાં મુશ્કેલ બને; કેટલાંક કુટુંબ સરદારે કે સિનિક તરીકે ચાલુ રહે, કેટલાંક જાગીરદારરૂપે રાજપૂત તરીકે ઓળખાય, તો કેટલાંક વેપાર, ખેતી કે અન્ય ધંધાઓને સ્વીકાર કરીને તે દિવસે વાણિયા, કણબી કે ધંધાદારી વર્ગોમાં સ્થાન પામે એ સંભવિત છે. આજે વાણિયા અને કેટલીક ધંધાદારી ને વસવાયા જ્ઞાતિઓમાં રાજપૂત અટકે જોવા મળે છે અને કેટલીક જ્ઞાતિઓની ઉત્પત્તિ વિશેની દંતકથાઓમાં મૂળ પુરુષ રાજપૂત હોય એવું જોવા મળે છે; જે. કે આવા પુરાવા પરથી તેઓ મૂળે રાજપૂત જ હશે એમ ચોક્કસપણે કહી શકાય નહિ; પોતાની જ્ઞાતિને દરજજો ઊંચો આણવા હેતુપૂર્વક રાજપૂત અટકે ધારણ કરી હોય એમ બને. એવી જ રીતે રાજપૂતો જોડે પોતાનાં કુલને સાંકળ્યાં હોય એમ પણ સંભવી શકે. બીજી તરફથી વૈશ્ય, બ્રાહ્મણ ને અન્ય જ્ઞાતિ-જાતિની વ્યક્તિઓ રાજપૂત બની હોય એમ પણ જોવા મળે છે. આમ રાજપૂત વસ્તી અન્ય વર્ણ-જ્ઞાતિમાં, તે અન્ય વર્ણ-જ્ઞાતિના લોકો અને અસલી આદિવાસી કે આગંતુક પરદેશી જાતિઓ રાજપૂતમાં ભળે, એમ બે પક્ષી પ્રક્રિયા કામ કરતી જોવા મળે છે ૧૭૧
કણબી
પ્રાચીન કાલથી ખેતી કરતો કણબી ખેડૂતોને વર્ગ ગુજરાતની વસ્તીમાં બહુ સંખ્યાના પ્રમાણમાં હોય એ અસંભવિત છે. પ્રાચીન કાલના કણબીખેડૂતેમાંના કેટલાક આજે કડવા ને લેઉઆ પાટીદાર તરીકે ઓળખાતા પાલદારના પૂર્વજો હોય એવો સંભવ છે. પુરાવાઓને આધારે તે માત્ર કણબીઓને જ ઉલ્લેખ જોવા મળે છે. કણબીઓમાં ખાસ તે આજે લેઉઆ અને કડવા નામે ઓળખાતા કણબીઓમાં ગુર્જર જાતિના પરદેશીઓને અંશ વ્યાપક પ્રમાણમાં છે એમ બોમ્બે ગેઝેટિયર દર્શાવે છે. ૧૭૨