________________
૧૨ મું] પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન [ ૪૫ બ્રાહ્મણે
બેબે ગેઝેટિયર'૧૮ ધારે છે તે પ્રમાણે ગુજરાતના સૌથી જૂના બ્રાહ્મણો માં ભરૂચ અને એની આસપાસના ભાર્ગવ, જાંબુ અને સજોદરા બ્રાહ્મણ, સુરત નજીકના અનાવિલ અને મેતાલા બ્રાહ્મણ, ખેડા નજીકના બેરસદા અને ખેડાવાળ બ્ર ભણે તથા મહી નદીના મુખ નજીકના કાવીના કપિલ બ્રાહ્મણે છે. ત્યાર પછીના બ્રાહ્મણેમાં ૫ મીથી ૮મી સદી દરમ્યાન જેમના જૂનાગઢ, વડનગર અને વલભીનાં તામ્રશાસનેમાં ઉલ્લેખ મળે છે તે નાગર બ્રાહ્મણો આવે છે. ઈ. સ. ૯૬૧–૧૨૯૨ દરમ્યાન અણહિલવાડના રાજાઓના પ્રોત્સાહનથી ઉત્તરમાંથી આવીને વસેલા કડળિયા, ઔદીચ, હરસેલા, ખડાયતા, મેહ, રાયકવાળ અને શ્રીમાળી જેવી પેટા જ્ઞાતિઓને નામે ઓળખાતા બ્રાહ્મણો; તેવી જ રીતે મારવાડ અને રજપૂતાનામાંથી મુસલમાનના આગમન પહેલાં દુષ્કાળને કારણે આશ્રયાથે આવેલા અને આજે દિસાવાળ, ઝાલેરા, મેવાડા, પાલિવાલ, શ્રીગૌડ, ઉદુબરા અને ઉનેવાળ પેટા જ્ઞાતિઓને નામે ઓળખાતા બ્રાહ્મણ છે. આ બધી બ્રાહ્મણોની પેટાજ્ઞાતિઓને ચોક્કસ પુરાવા મળતા નથી; સંભવ છે કે આજની આ બ્રાહ્મણ જ્ઞાતિઓના કેટલાક જનના પૂર્વજે પ્રાચીન સમય દરમ્યાન તે તે સ્થળે વરસ્યા હોય. પ્રાચીન સમયના બ્રાહ્મણો અંગેના ચોક્કસ પુરાવા તે બ્રાહ્મણની નાગર, ઔદી, મઢ અને રાયકવાલ પેટા જ્ઞાતિઓના જ મળે છે.
આ ઉપરાંત દક્ષિણ ભારતમાંથી આવેલા મહારાષ્ટ્ર અને કાનડી બ્રાહ્મણની વસ્તી પણ આ કાલના ગુજરાતમાં જણાય છે. કાયસ્થ
રાજ્યવહીવટમાં કામ કરનાર કાયસ્થ અને એમાંય વાલભ કાયસ્થ જેવી પેટા જ્ઞાતિના કાયસ્થના ઉલ્લેખો પરથી વસ્તીમાં આ વર્ગ જણાય છે. ૧૯ વાણિયા
ઠેઠ પ્રાચીન સમયથી વેપારવાણિજ્ય કરનાર વાણિયાઓની વસ્તી ગુજરાતમાં મહત્વપૂર્ણ છે જ. ઉપરાંત ૧૦ મી સદીની આસપાસ રજપૂતાના તથા મારવાડથી જૈન વાણિયા વિપુલ પ્રમાણમાં ગુજરાતમાં આવી વસ્યા છે. પોરવાડ, મોઢ, ઓસવાળ, શ્રીમાળ, ગુર્જર, પરક્કટ અને પલ્લી નામે ઓળખાતી વાણિયાની પેટાજ્ઞાતિઓ આ સમયમાં જ બંધાઈ ચૂકેલી જોવા મળે છે.૧૭૦