________________
૧૨ મું] પ્રાચીન જાતિએ ઉત્પત્તિ અને આગમન કર પણ જોવા મળે છે. ૧૫૭ વાલભ કાયસ્થની ઉત્પત્તિ અંગેની પૌરાણિક કથા “ઉદયસુંદરીકથા”માં જોવા મળે છે.૧૫૮ આ ઉપરથી કાયસ્થાના વ્યવસાયી વર્ગને ખ્યાલ આવે છે. રાજાઓના દરબારમાં સાંધિવિગ્રહિક અને દિવિરપતિ જેવા હોદ્દા હતા તે જ પ્રકારને લહિયાને હેદો જણાય છે ૫૮ અને શરૂમાં આ હેદ્દા પર કામગીરી બજાવનારની ભરતી નિયમિત રીતે વંશપરંપરાગત રીતે નહિ થતી હોય અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. શઢ બધા વર્ણોમાંથી એમની પસંદગી થતી હશે એમ જણાય છે. આમ એ એક ધંધાદારી જૂથ હશે. આ સમય દરમ્યાન કાયસ્થ-લહિયાના વ્યાવસાયિક વર્ગમાં પણ પેટા જ્ઞાતિ વાલભ કાયર થે.ની જણાય છે. સાંકળિયા જણાવે છે તેમ ચૌલુક્ય કાલનાં કાયસ્થનાં નામે માં કેટલાંક શક-ગુર્જર જેવાં ને કેટલાંક ક્ષત્રિય જેવાં અને એક કિસ્સામાં બ્રાહ્મણ જેવાં જોવા મળે છે.૧ ૧૦ આ ઉપરથી આ વર્ગમાં ઘણી બધી જાતિઓ અને વર્ગોનું મિશ્રણ થયું હોવા સંભવ છે.
આ ઉપરાંત ખેડૂત, સુથાર, લુહાર, કડિયા, કુંભાર, અત્યંજ અને ચાંડાલના ઉલ્લેખ પણ જોવા મળે છે. ૧૬૧
અરબ પ્રવાસી અબીરૂની લખે છે કે ચાર વર્ણના લોકે એકઠા રહે છે ને એકબીજાના હાથનું ખાય છે. વ્યાસ મુનિ એને ટેકો આપે છે. “કપૂરમંજરી”માં કજના રાજા મહેદ્રપાલને ગુરુ રાજશેખર કહે છે કે મારી વિદુષી પત્ની અવન્તિસુન્દરી ચૌહાણ કુટુંબની ક્ષત્રિય હતી. આવા ઉલેખો પરથી અનુમાન કરી શકાય કે ત્યારે જ્ઞાતિ-જાતિ અને વર્ષો વચ્ચે ખાનપાન ને લગ્નવ્યવહારની છૂટછાટ હશે. ૧૬૨
સ્તંભતીર્થ(ખંભાત)ના દંડનાયક તરીકે વસ્તુપાલે છાસની દુકાનેએ સ્પર્શાસ્પર્શના નિષેધ માટે અલગ અલગ વેદિકા કરાવરાવી હતી. ચાંડાલે ને અસ્પૃશ્ય ગામ બહાર રહેતા અને ગામમાં દાખલ થતી વખતે એમને જુદી જુદી ચિહયષ્ટિ રાખવી પડતી એવો ઉલ્લેખ “દયાશ્રય કાવ્ય”માં આવે છે. ૬૩ આ પરથી અસ્પૃશ્યતા ને આભડછેટનું પાલન થતું હશે એમ જણાય છે.
ગુલામી પણ પ્રચલિત હશે એમ જણાય છે. ગુલામો “દાસ” કહેવાતા ને સામાન્ય ને કરચાકર “ભૂતક” કહેવાતા. યુદ્ધ સમયે પકડેલા, ખરીદ કરેલા, દાનમાં મળેલા, ઘરના દાસથી જન્મેલા, વારસામાં મળેલા, પેટનો ખાડો પૂરવા આપમેળે ગુલામ થયેલા કે આર્થિક જરૂરિયાતને કારણે દાસ થયેલા એવા અનેક જાતના દાસ હતા. ૨૪