________________
૪૬૨]
ઈતિહાસની પૂર્વભૂમિકા અને ગોત્ર અને વેદશાખાને સ્થાને પ્રદેશ દ્વારા થતી ઓળખ વધુ મહત્ત્વપૂર્ણ ગણવાની શરૂઆત થઈ હોય એમ લાગે છે. ઔદીચ્ય એટલે ઉત્તરના. મોઢ, નાગર, રાયવાલ એ નામે પ્રદેશ પરથી પડેલાં જણાય છે. વૈશ્ય
સેલંકી કાલનાં દાનશાસનેમાં અને સાહિત્યમાં વૈશ્ય જ્ઞાતિઓને ઉલેખ વધુ મળે છે, તેમાં ધંધા પરત્વે ને સ્થળ પર અસ્તિત્વમાં આવતી પેટાજ્ઞાતિઓના તેમજ વ્યાવસાયિક પદ(હેદ્દા)ના ઉલ્લેખ નોંધપાત્ર છે. પેટા જ્ઞાતિઓમાં પ્રાગ્વાટ, મોઢ, ઓસવાળ, શ્રીમાળ, ગુર્જર, ધરસ્કટ (આજે રાજસ્થાનમાં જોવા મળે છે) અને પહેલી જોવા મળે છે. આ વૈશ્યનાં નામે માં અપ્રાકૃત-અસંરકત નામે વધુ જોવા મળે છે એ પરથી આ નામ ધારણ કરનારા પરદેશી શક–ગુર્જર ટોળીના હશે અને જૈન ધર્મ અંગીકાર કરીને વૈશ્યવૃત્તિમાં ઠીક ઠીક પૈસા કમાઈને ગુજરાતના રાજ્યમાં આવ્યા હશે એવું સાંકળિયા અનુમાન કરે છે.૧૫૩ જૈન જ્ઞાતિઓમાં પ્રાગ્વાટ, મોઢ, ઓસવાળ, શ્રીમાળ અને ધરકટ છે, તેમાં પ્રાગ્વાટ, શ્રીમાળ અને ઓસવાળ-કુળના શબ્દો પાછળથી જાતિ માટે વપરાયા હોય અથવા તે મૂળ પુરુષનાં નામ પરથી જાતિઓને નામ મળ્યાં હોય એવો સંભવ છે. વળી આ નામો પ્રદેશ-સુચક પણ જણાય છે, પેલી” નામ સ્પષ્ટતઃ સ્થળ પરથી પડેલું છે.
પદ( designation)નાં નામમાં મુદી (મોદી), સાધુ (શાહ), શ્રેષ્ઠી (શેઠ), સંધવી, ધ્રુવ, ઠકકર (ઠક્કર), પારિ. (પારેખ), ભણ. (ભણસાળી) જેવાં પદમાં આજની કેટલીક વૈશ્ય અટકોનું આદ્ય સ્વરૂપ જણાય છે. ૧૫૪
ભરમંડલ(મારવાડ)ના પલ્લી ગામને વણિક કાકૂ વલભીમાં આવ્યાને ઉલેખ પ્રબંધચિંતામણિમાં મળે છે.પપ આ પરથી ઉત્તરના રાજસ્થાન, મારવાડ ઇત્યાદિ પ્રદેશમાંથી વૈના થયેલા આગમનને એક વધુ પુરા મળે છે. ૫૫
આમ રાજરથાન ને ઉત્તરના પ્રદેશમાંથી જૈન વાણિયાઓની ઠીક ઠીક વસ્તી ગુજરાતમાં આવીને વસેલી જણાય છે. કાયસ્થો
લહિયા તરીકે રાજ્યવહીવટમાં કામ કરતા કાયરનો ઉલ્લેખ મળે છે. મૂલરાજનું વિ. સં. ૧૦૪ (ઈ.સ. ૯૮૭)નું દાનપત્ર કંચન નામના કાયસ્થ લખેલું છે.૧૫૧ વળી કાયસ્થામાં વલભીને “વાલભ કાયસ્થ” એવો પેટા-વિભાગ