________________
પ્રાચીન જાતિએ ઉત્પત્તિ અને આગમન
f ૪૫૦
૧૨ સુધ]
પ્રતીહા। ( પઢિયા )
પ્રતીહાર' એ રાજ્યાધિકારના પદ પરથી વંશનું નામ પડયુ` હશે, મૂળ પુરુષના નામ પરથી નિહ. યુના અગ્નિકુંડમાંથી અગ્નિવંશી રાજપૂત તરીકે જાણીતા થયા તે પહેલાં તેઓ સૂર્યવંશી તરીકે એળખાતા. તે પરદેશી ગુર્જરા નથી એમ ઓઝા, મુનશી વગેરે વિદ્રાના માને છે. હરિચદ્રને ગુર્જર–પ્રતીહાર વંશના આદિપુરુષ માનવામાં આવે છે. એ બ્રાહ્મણ હતેા અને એ સ્ત્રીઓને પરણ્યા હતા-એક બ્રાહ્મણી ને ખીજી ક્ષત્રિયા. ક્ષત્રિય રાણીના પુત્ર ક્ષત્રિય પ્રતીહાર. એ શાસ્ત્ર મૂકી શસ્ત્ર ધારણ કરે છે અને પ્રતીહાર વંશ શરૂ કરે છે.૧૨૩
પ્રતીહારો પણ ગુર્જર જાતિના ને પરદેશી છે તથા આખુ પરના અગ્નિકુંડમાંથી પ્રતીહાર રાજપૂત' તરીકે બહાર આવે છે તે રાજસત્તા પ્રાપ્ત કરે છે એવા બીજો મત છે.૧૨૪
દક્ષિણના લાકાનું ગુજરાતમાં આગમન
રાષ્ટ્રકૂટના રાજ્ય-અમલ સાથે દખ્ખણના—મહારાષ્ટ્ર અને કર્ણાટકના લેાકેા ગુજરાતમાં આવીને વસ્યા હોય એવા પુરાવા મળે છે. રાષ્ટ્રકૂટ રાજાઓએ મહારાષ્ટ્રિય અને કાનડી બ્રાહ્મણેાને દાનશાસન આપીને ભરૂચ અને સુરત જિલ્લામાં વસાવ્યાના ઉલ્લેખ મળે છે. વળી આ કાલ દરમ્યાન દક્ષિણમાંથી જૈન સાધુએ પણ આવ્યા છે.૧૨૫ જૈન ‘રિવ’શપુરાણુ’ તથા ‘બૃહત્કથાકાશ'માં વ માનપુર(વઢવાણ )ના જૈન પુન્નાટસધના સાધુઓના ઉલ્લેખ મળે છે.૧૨૬ એ પરથી પુન્નાટ—ઝુર્ણાટકથી જૈન સાધુઓ પણ ગુજરાતમાં આવેલા જણાય છે. વળી સેનામાં તે રાજ્યવહીવટ અર્થે પણ લેક દક્ષિણમાંથી ગુજરાતમાં આવ્યા હશે એમ અનુમાન કરી શકાય.
બ્રાહ્મણા
રાષ્ટ્રકૂટ દાનશાસનેામાં બ્રાહ્મણના ઉલ્લેખ મળે છે. જેમ મૈત્રકકાલીન બ્રાહ્મણામાં જ ખુસર અને ભરૂચની આસપાસના બ્રાહ્મણાના સાથી વધુ ઉલ્લેખ જોવા મળે છે તેમ અનુમૈત્રક કાલનાં દાનશાસનેામાં ગાવટ્ટન (વડાદરા નજીક ) સ્થળના બ્રાહ્મણાના સાથી વધુ ઉલ્લેખ જોવા મળે છે. જ ભુસર (ભરૂચ નજીક),