________________
૪૫૬ ]
ઇતિહાસની પૂર્વભૂમિકા
[ પ્ર.
કાઈ મૂળ પુરુષના નામ પરથી ‘ચાપ' નામે વંશ એળખાવા લાગ્યા હશે એમ
માને છે.૧૧૮
પરમારો
પૂર્વ ગુજરાતના ઉત્તર ભાગમાં માળવાના પરમાર વંશની સત્તા હતી. આ વંશના આદ્ય રાજા પ્રતીહારાના સામત લાગે છે. પરમાર રાજપૂતાની ઉત્પત્તિ પણ આમુના અગ્નિકુંડમાંથી કહેવામાં આવે છે અને એ પ્રમાણે તે મૂળે ચાલુકયો, ચાહમાનો ને પ્રતીહારાની જેમ પરદેશી ગુર્જર-જાતિના છે એમ જણાવવામાં આવે છે. એમની ઉત્પત્તિના વૃત્તાંતમાં પણ એમની ઉત્પત્તિ આણુના અગ્નિકુ‘ડમાંથી જ કહેવામાં આવી છે. પરમારાના મૂળ પુરુષનુ નામ ‘ધૂમરાજ’ પણ આ માન્યતાને ટેકા આપે છે.૧૧૯
F
ઓઝા એમને પરદેશી જાતિના ન ગણતાં આ જ દેશના પ્રાચીન ક્ષત્રિયાના વંશના ગણે છે તે તેએ મૂળે મુની આસપાસ રાજ્ય કરતા હશે એમ માને છે. ત્યાંથી એમણે મારવાડ, સિધ અને ગુજરાતમાં સત્તા પ્રાપ્ત કરી હશે. તે અગ્નિવંશી રાજપૂતા તરીકે ઓળખાતા થયા તે પહેલાં બ્રહ્મક્ષત્રિય કુલના જણાય છે. રાજા મુંજને દરબારના કવિ પદ્મગુપ્ત બ્રહ્મક્ષત્રિય કહે છે.૧૨૦ રાસમાળા’ જણાવે છે તે પ્રમાણે પારકરથી ચેડા પરમારા દુકાળના માર્યાં સૌરાષ્ટ્રમાં આવી વસ્યા, એમને વઢવાણના વાધેલા રાજાએ ભીલે સામે હુમલા કરવા રાકથા તે એમાં એમને સફળતા મળતાં રાજાએ એમને મૂળી, થાન, ચેાટીલા ને ચાબારી એ ચાર તાલુકા આપ્યા. મુસલમાનેાએ એમને ૧૧ મી સદીમાં કચ્છ-સૌરાષ્ટ્રમાંથી હાંકી કાઢવા જણાય છે. ૧૨૧
મુનશી જણાવે છે કે હરસાલના દાનપત્રમાં તે અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયા એવા ઉલ્લેખ નથી. એમના આદિપુરુષ ઘૂમરાજ પ્રતીહારાના સામત જણાય છે. પ્રતીહાર, ચાહમાન, ચાલુકય ને પરમાર એ પરસ્પર સંબંધ (અને લગ્નસંબંધ પણુ) ધરાવતી જાતિએ શરૂઆતમાં અગ્નિકુંડમાંથી ઉદ્ભવ થયાને દાવા કર્યાં નહાતા ને તે પરદેશી પણ નહાતા; લાહી ને પ્રણાલિકાના સંબંધથી તેમજ મૂળ વતન ગુર્-દેશના સંબધથી આ ચાર જાતિ ઈ. સ. ૫૫૦ થી ૧૩૦૦ સુધીના સમયમાં સામ્રાજ્ય બનાવવાની મહત્ત્વાકાંક્ષા સેવે છે તે તદનુસાર પરસ્પર અથડામણુમાં પણ આવે છે, એવા મત મુનશી રજૂ કરે છે.૧૨૨