________________
૪૫૦ ] . ઇતિહાસની પૂર્વભૂમિકા
[ પ્ર. ૧૧ મી સદી સુધી ભળી શકયા નથી. ત્યારે તે ખાસ વળી પરદેશીઓને બ્રાહ્મણ તરીકે સ્વીકાર જવલ્લે જ જોવા મળે છે (મગ બ્રાહ્મણોને અપવાદ બાદ કરતાં). શક કે “કુષાણ બ્રાહ્મણ કે વૈશ્ય જોવા મળતા નથી, જ્યારે ગુર્જર બ્રાહ્મણ, ક્ષત્રિય ઇત્યાદિ વર્ણ જોવા મળે છે.
ચેથું, ગુર્જરો આ પ્રદેશમાં આવ્યા તે પહેલાંની આ પ્રદેશની મૂળ વસ્તી ક્યાં ગઈ? બહારથી આવનારી જાતિ એમને નિમ્ ળ કરે એ સમજી શકાતું નથી. વળી આ દેશના જૂના આર્ય-કવિડ ક્ષત્રિય ક્યાં ગયા? આબુ પર આવેલા વસિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી જે ચાર (પ્રતીહાર, ચાલુક્ય પરમાર અને ચાહમાન) રાજપૂતની ઉત્પત્તિ દર્શાવવામાં આવે છે તે પૃથુરાજરાસોની માહિતીને આધારે છે, પણ રાસોની માહિતી આધારભૂત ગણી શકાય તેવી નથી. વળી આ ચાર રાજપૂત અગાઉ અન્યથા ઓળખાતા જણાય છે, જેમકે ચૌહાણ સૂર્યવંશી તરીકે. આ ઉપરથી અગ્નિકુલની ઉત્પતિ તે પાછળથી પ્રચારમાં આવી હશે અને એ પહેલાં પણ આ રાજપૂત-ક્ષત્રિય નાની મેટી ઠકરાતમાં રાજ્ય કરતા હશે.
આમ બંને પ્રકારના મંતવ્યો પાછળ સબળ દલીલે રજૂ કરવામાં આવી છે અને આ ચર્ચારપદ વિવાદને હાલ તુરતમાં અંત આવી શકે એમ લાગતું નથી.
ચાહમાન (ચૌહાણ).
ભરૂચના ચાહમાન રાજાઓનાં નામનું મૈત્રક રાજાઓનાં નામે સાથેનું સામે જોઈને હ. ધી, સાંકળિયા ચાહમાન અને મૈત્રકનું એક સમાન મૂળ હેવું જોઈએ એવું અનુમાન કરે છે. આબુના અગ્નિકુંડમાંથી રાજપૂત ક્ષત્રિય તરીકે બહાર આવેલા ચાર રાજપૂતોમાં ચાહમાન એક ગણાય છે અને તેઓ પરદેશી ગુર્જર જાતિના જ છે એવો એક મત ભાંડારકર જણાવે છે, તેમ ભારતમાં એમનો મૂળ નિવાસરથાન અહિચ્છત્ર (આ સ્થળ ઘણી બધી પરદેશી ટોળીઓનું ભારતવર્ષમાંનું મૂળ નિવાસસ્થાન જણાય છે) છે. ચાહમાને પરદેશી ટોળીના બ્રાહ્મણ તરીકે આવ્યા અને પાછળથી ક્ષત્રિય બન્યા છે.૯૬
બીજી તરફથી આઝા૯૭ ચાહમાનોને, અગ્નિકુંડમાંથી બહાર આવેલા બીજા ત્રણ રાજપૂતોની જેમ જ આ દેશના જૂના ક્ષત્રિયેના ભાગરૂપે ગણે છે. આ કુલના આદિ પુરૂષને અહિચ્છત્રમાં વસેલા વત્સ ગોત્રને બ્રાહ્મણ માનવામાં