________________
૧૨ મું | પ્રાચીન જાતિઓ ઉત્પત્તિ અને આગમન [૪૯
દરમ્યાન વચ્ચે વચ્ચે જનજાતીય ગણરાજ્યો જેવાં કે યૌધેય, માલવ ને આભીર નજરે ચડે છે, જયારે દૂણેના આગમન બાદ જનજાતીય ગણરાજ્યોને સ્થાને રાજપૂતોના કબીલા (લિસમૂહ) જેવા કે ચાહમાને, પરમારો અને પ્રતીહાર જોવા મળે છે.
હ. ધી. સાંકળિયા ગુજરાતનાં કેટલાંક વ્યક્તિના મેના અભ્યાસ પરથી એવા નિર્ણય પર આવે છે કે ગુજરાતની જૂની ને નવી વસ્તી પરદેશની બનેલી છે.૯૩
એતદેશીય ઉત્પત્તિના મત૮૪
ગુર્જરે પરદેશી નથી, અર્બદ પર્વતની આસપાસને પ્રદેશ આ નામે ઓળખાતો હશે ને ત્યાં વસવાટ કરનાર વરતી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શોમાં વહેંચાયેલી હશે. આ લેકે બીજા પ્રદેશમાં જતાં એમના વતનના નામ પરથી “ગુર્જર કહેવાતા હશે, જેમ ગૌડ, દ્રાવિડ ઇત્યાદિ પણ વતનના નામ પરથી ઓળખાયા છે તેમ. દક્ષિણ રાજસ્થાન અને એની આસપાસના આનર્ત, સુરાષ્ટ્ર, માલવ, ઉજજન ત્યાદિ પ્રદેશોમાં ગુર્જર રાજાઓએ રાજ્ય સ્થાપી સંગઠન કર્યું, પરિણામે આ રાજાઓનાં નામે બધા પ્રદેશ ઓળખાવા લાગ્યા હશે. આજે “ગુર્જર' તરીકે ઓળખાતા છૂટા છવાયા પ્રદેશ ત્યારે વિશાળ ગુર્જર રાજયના અવશેષ હોય એ સંભવિત છે.
દેશનું નામ રાજાઓને માટે વપરાયેલું ઉકીર્ણ ને સાહિત્યિક લેખમાં જેવા મળે છે, જેમકે લાટ, માલવ, કુંતલ, ચેદિ “ગુર્જરીને પણ દેશનું નામ ગણવું જોઈએ ને એના રાજાઓને ઉલેખ “ગુર્જર” નામે થાય એ સ્વાભાવિક છે. બાણના “હર્ષચરિતને ઉલેખ ગુર્જર પ્રદેશના રાજા તરીકે સમજી શકાય ને યુઅન શ્વાગે ભીનમાલના ગુર્જર રાજને “ક્ષત્રિય” કહ્યો છે તે અહીને જ ક્ષત્રિય છે એમ દર્શાવે છે એમ સમજવું જોઈએ.
બીજ, કોઈ પણ પ્રદેશના સામાન્ય રહીને દેશના નામ પરથી જ ઓળખવામાં આવ્યા છે તેથી ગુર્જર બ્રાહ્મણ ક્ષત્રિયો અને વેશ્યો માટે વપરાતો શબ્દ વતનસૂચક ગણુ જોઈએ.
ત્રીજુ, ગુર્જરે જે પરદેશીઓ હેય તે તેઓ આટલી ઝડપથી વર્ણની અને જ્ઞાતિની વ્યવસ્થામાં મળી ગયા છે એ સંભવિત લાગતું નથી, જયારે પ્રણો છેક