________________
૧૨ મું]
પ્રાચીન જાતિઓઃ ઉત્પત્તિ અને આગમન
(૪૪૭
આભીર વસાહત “ઘોષ” કહેવાતી ને એ લોકો અપભ્રંશ ભાષા બોલતા. શરૂઆતમાં અહીં તેઓ ભરવાડો ને પશુપાલક તરીકેનો વ્યવસાય કરતા જણાય છે, પણ સમય જતાં તેઓ ઊંચા રાજકીય હોદા ધરાવતા થયા છે. ક્ષત્રપરાજા રુદ્રસિંહના સેનાપતિ અને સેનાપતિ બાપકના પુત્ર આભીર રૂદ્રભૂતિને ગૂંદાના શિલાલેખમાં ઉલ્લેખ છે. ઉચ્ચ રાજકીય હોદા પર રહીને લાગ મળતાં તેઓ રાજત્વ પણ પ્રાપ્ત કરે છે; આભીર રાજા ઈશ્વરદત્ત ક્ષત્રપોને નસાડીને સત્તા હાંસલ કરે છે. સાતવાહનોના સમયમાં પણ એમની સત્તા જોવા મળે છે. આ આભીરવંશને મૂળ સ્થાપક ઈશ્વરસેન જણાય છે. ભગવાનલાલ તથા મિરાશીના મત પ્રમાણે કલચુરિ–ચેદિ સંવતને મૂળ સ્થાપક પણ એ જ છે.પર ગુપ્તકાલ (લગભગ ઈ. સ. ૪૦૦-૪૭૦)
ગુખશાસનકાળ દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ફૂટક રાજવંશની સત્તા જોવા મળે છે. સૈકૂટકે સાતવાહનોની સત્તાના અસ્ત સાથે ચોથી સદીની શરૂઆતથી સત્તારૂઢ થયેલા જણાય છે.
ત્રિકૂટક નામ પ્રદેશવાચક જણાય છે ને ત્રણ શિખરવાળા પર્વત પરથી પડયું હોય એમ લાગે છે. આ પર્વત ક્યાં આવ્યો એ અંગે અનેક મત રજ થયા છે. એ મેરુ પર્વતની દક્ષિણ હાર હોય એમ વિષ્ણુ અને માર્કડેય પુરાણ પ્રમાણે જણાય છે, જ્યારે હેમચંદ્ર અને મહેશ્વર પ્રમાણે એ સિલેનમાં ને ભ. હરિના વાક્યપદીય પ્રમાણે એ ત્રિકલિંગ કે આંધ્રમાં હોય એમ જણાય છે. રા. બ. હીરાલાલ વૈકૂટકે અને કલચુરિઓ એક છે એમ કહીને ત્રિટને સાતપૂડા પર્વત ગણે છે.૫૪ કાલિદાસ પ્રમાણે એ અપરાંત કે ઉત્તર કેકણમાં આવેલે જણાય છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર કે કણ ને મહારાષ્ટ્રના વિસ્તારોમાં સૈફૂટક સિક્કા મળ્યા છે એ પરથી ત્રિકૂટ પર્વત પશ્ચિમમાં જ હોય ને તે એને કાલિદાસ જણાવે છે તેમ અપરાંતને ત્રિકૂટ પર્વત માનવો વધુ વજૂદવાળું લાગે છે.
હ.ધી. સાંકળિયા સૈકૂટક રાજાઓનાં નામેનું પૃથક્કરણ કરીને તેઓ મૂળે ક્ષત્રિય નહિ હોય એવું અનુમાન કરે છે.૫૫ રેસન તેઓ મૌર્ય કુલના હશે એવું અનુમાન કરે છે, જયારે “દત્ત” અને “સેન” અંતવાળાં નામ પરથી તૈકટકા આભીર કુલના હશે એવું અનુમાન ભગવાનલાલ કરે છે. ૫૭ મિરાશી જણાવે છે કે આભીર ને વૈકૂટક બંને કુલે સમકાલીન પણ જુદાં છે, એમ ચંદ્રવલ્લીના લેખ પરથી સાબિત થાય છે.૫૮