________________
ty.
૪૪ર ]
ઇતિહાસની પૂર્વભૂમિકા વણિક વર્ગ
આ સમયમાં વેપારવાણિજ્યની જાહોજલાલીના ઉલ્લેખ જોવા મળે છે અને ધનવાન વણિકે ધર્મસ્થાન માં દાન કરતા જણાય છે. ઈ.સ. ૪૦૦ ના અરસામાં સૌરાષ્ટ્રના એક વેપારીના પૌત્ર કોસાંબીમાં બૌદ્ધ રતૂપ બંધાવે છે એ ઉલ્લેખ મળે છે.૪૫
આભીરે
તેલેમીએ સુર પૃને ‘અભીરિયા' એટલે કે અભીર દેશ તરીકે ઓળખાવેલ છે એ પરથી લાગે છે કે અહીં આભીરની વસ્તી ડીક ઠીક પ્રમાણમાં હોવી જોઈએ. આજના આહીરે એ જ આભારે છે એમ ભાંડારકર જણાવે છે. ૪૨ આ આહીરે કે આભીરો કેશુ ? મહાભારત, હરિવંશ ને પુરાણ પ્રમાણે પશ્ચિમના વિભાગોમાં પંજાબથી મહારાષ્ટ્રના પ્રદેશ સુધી આભીરોની વરતી પ્રસરેલી જણાય છે. શુદ્ધો સાથે ને લેર છો તરીકે એમને ઉલેખ થયેલું છે એ જોતાં તેઓ શદ્રોને પેટાવિભાગ નહિ, પણ અલગ જાતિ હશે અને એ સમયમાં આ પ્રદેશના વતની જેવા હશે એમ જણાય છે. અમરકેશ આભીરને વૈશ્ય વર્ણના ગણે છે, કેમકે પશુવર્ધન એ વૈશ્યવ્યવસાય છે. મનુસ્મૃતિ પ્રમાણે બ્રાહ્મણને અબઈ સ્ત્રીથી થયેલ પુત્ર એ આભીર જાતિનો (૧૦. ૧૫). બીજા એક સમૃતિકાર કેવા પ્રમાણે બ્રાહ્મણને ઉગ્ર સ્ત્રીથી થયેલ પુત્ર તે આભીર છે. કાશિકાવૃત્તિ આભીરને મહાદ્રિ તરીકે ઓળખાવે છે. ૪૭
ભાંડારકર અનુમાન કરે છે કે ઈસવી સનની પહેલી સદીની આસપાસ શકે આવ્યા તે જ સમય દરમ્યાન આભારે ભારતવર્ષમાં આવ્યા હશે. ૪૮ મિરાશી જણાવે છે કે આભીરે જે પરદેશી હોય તે ઈ પૂ. રજી સદીથીયે ઘણું વહેલા અહીં આવ્યા છે ૪૯ મહાભારતમાં ઉત્તર-પશ્ચિમમાં આભીર ગણરાજ્યનો ઉલ્લેખ માલવ અને યૌધેય ગણરાજ્યોની સાથે કરવામાં આવ્યો છે. બૅટ્રિયન ગ્રીકે, શકે ને કુષાણ ઉત્તરેથી આવ્યા ત્યારે આભીરે પણ માલવો અને યૌધેયની જેમ જ દક્ષિણ તરફ ખસ્યા હશે ને રાજસ્થાનથી મહારાષ્ટ્ર સુધીના વિરતારોમાં ફેલાયા હશે. આજે પણ પશ્ચિમ ભારતના પ્રદેશોમાં આભીર બ્રાહ્મણ જોવા મળે છે. એવી રીતે આભીર સોનીઓ ને સુથારો જોવા મળે છે. આ ઉપરથી આભારે ઘણા વહેલા આ દેશમાં આવીને વસ્યા ને વર્ણવ્યવસ્થાવાળા સમાજમાં સ્થાન પણ પામ્યા એમ જણાય છે.૫૦