________________
૦૨]
ઇતિહાસની પૂર્વભૂમિકા વિક્રમાદિત્યે કુડુંગેશ્વર ઋષભદેવને અનેક મંડલેનાં ગામ અર્પણ કર્યા તેમાં ગોહકમંડલને પણ સમાવેશ જોવા મળે છે. ૫૩
ધર્મારણ્યખંડમાં રામે મોઢ બ્રાહ્મણોને જે ગામ આપ્યાં કહ્યાં છે તેમાંનું ગેધરી એ આ ગોધરા લાગે છે. ૫૪
દધિપદ્રઃ આજનું પંચમહાલ જિલ્લાના દાહોદ તાલુકાનું વડું મથક દાહોદ એ આ દધિપદ્ર'. સિદ્ધરાજ જયસિંહના સમયમાં દધિપદ્રમંડલ વગેરેમાં સેનાપતિપદે રહેલા કેશ દધિપદ્ર'માં ઈ. સ. ૧૧૪૦ માં ગોમનારાયણદેવની પ્રતિષ્ઠા કરી હતી.૫૫ આ અભિલેખ પણ દાહોદમાંથી મળી આવ્યો છે.
શિવભાગપુરઃ મૈત્રકવંશના ધ્રુવસેન ૩ જાના દાનશાસન(ઈ.સ ૫૩)માં અને ખરગ્રહ ૨ જાના દાનશાસન(ઈ. સ. ૬૫૬)માં “શિવભાગપુરવિષયના ગામનાં દાન સૂચવાયાં છે ૫૬ પહેલામાં દક્ષિણપટને નિર્દેશ છે, એટલે એને ઉત્તરપટ્ટ પણ હેવો જોઈએ; એ વિષયનું “શિવભાગપુર વડું મથક હતું. આ નગર એ પાવાગઢની પાસે આવેલું પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાનું શિવરાજપુર” સમજાય છે.
ચંપકનગર: પદ્મપુરાણમાં જેને નિર્દેશ થયો છે તે “ચંપકનગર' ઘણું કરી હાલનું પાવાગઢની તળેટીમાં ઉજડ થઈ ગયેલું “ચાંપાનેર છે; ત્યાંને વિદારુણ નામનો રાજા કેઢિયો હતો ને વેત્રવતી' (વાત્રક) નદીમાં રનાન કર્યાથી રોગમુક્ત થયો હતે, એવી અનુકૃતિ ત્યાં નોંધવામાં આવી છે. ૫૭ પાવાગઢચાંપાનેરને ભૂભાગ અત્યારે પંચમહાલ જિલ્લાના હાલેલ તાલુકામાં છે.
સૂર્યાપુર મૈત્રકવંશના શીલાદિત્ય ૬ કાનાં લુણાવાડામાંથી મળેલાં પતરાંના ઈ. સ. ૭૫૯ ના દાનશાસનમાં “સૂર્યપુરવિષયને ઉલ્લેખ થયેલ છે. ૫૮ આ દાન રાજાની છાવણ દહકમાં હતી ત્યારે આપવામાં આવ્યું હતું. આ વિષયનું વડું મથક “સૂર્યપુર”૫૮ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલું સરેલી હોવાની શક્યતા છે, જે ગોધરાની ઉત્તર-ઉત્તર-પૂર્વે વીસેક કિ. મી. (બારેક માઈલ) ઉપર આવેલું છે. “સુર્યાપુર’ સમય જતાં “સૂર્ય પલ્લિકા” થઈ ગયું હોવાનું સૂચિત થાય છે, જે પરથી “સુરેલી” થયું છે.
અંકેદક-વટપદ્રક-વટપુરઃ મૈત્રકવંશના ધ્રુવસેન ૧લાના ઈ. સ. પ૨૫ ના દાનશાસનમાં “અકેકનો નિર્દેશ થયેલ છે ૫૯ તે મૂળ વડોદરાની નજીકનું