________________
૧૧ મું] પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખે
આશાપલ્લી-કર્ણાવતી : મૈત્રકવંશના ધરસેન ૨ જાના ઈ. સ. ૧૯૮ ના એક દાનશાસનનાં “ખેટકાહારમાં આવેલા “ બંડરિજિદિપથક માં આવેલું “અશિલાપલ્લિકા ગ્રામ” દાનમાં આપ્યું હોવાનું લખ્યું છે.પ૩૫ તે ખેડા જિલ્લાના જૂના બંડરિજિદ્રિપથક૫૩–હાલના બારેજા ગામને કેંદ્રમાં રાખી એના પ્રદેશમાં આવેલું, આજના અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું, “અસલાલી” ગામ છે.
આનાથી “આશાપલ્લી જુદું છે. અરબ લેખકે એને “આસાવલ” તરીકે ઉલેખ ૧૧ મી સદીથી કરે છે. ૫ અ આશાપલ્લીને એક ઉલ્લેખ વીસલદેવ વાઘેલાના સમયના ઈ. સ. ૧૨૫૧ ના એક દાનશાસનમાં થયું છે.૫૩૭ બીજે એક ગ્રંથપુષ્પિકામને ઉલ્લેખ એવું કહે છે કે ઈ. સ. ૧૨૯૪ માં એક પ્રસંગે સારંગદેવની છાવણી “આશાપલ્લીમાં હતી.૫૩૮ પ્રબંધોમાં પણ એના ઉલ્લેખ આવે છે. પ્રભાવક ચરિતમાં જેને શ્રેષ્ઠીઓએ અંગે અને એના ઉપરની વૃત્તિઓના ગ્રંથની નકલ કરાવી એ સંબંધમાં જે નગરને ઉલેખ આવે છે તેઓમાં આશાપલ્લીને પણ સમાવેશ થાય છે.પ૩૯ “આશાપલ્લી ” યાને “આસાવલ” એ આજના અમદાવાદને રાયખડ-આસ્તડિયા-જમાલપુરને ભાગ અને રાયપુરઆઑડિયા દરવાજાની બહારનો ભાગ, ઉપરાંત બહેરામપુરાનો ભાગ છે. પ્રબંધચિંતામણિ એનું અતિહાસિક મહત્ત્વ આંકે છે. ૪૦ કર્ણદેવે બાલપુત્ર જયસિંહને રાજ્યાભિષેક કર્યો (ઈ. સ. ૧૦૯૪) અને પોતે “આશાપલ્લીમાં રહેતા એના શાસક આશા નામના ભીલ ઉપર ચડાઈ કરવા નીકળી પડ્યો. પાટણથી સીધો સાબરમતીના પશ્ચિમ કાંઠે ભૈરવી દેવીનાં શુકન થયાં, જ્યાં (આગળ જતાં) કેછરબા દેવીનું મંદિર બંધાવ્યું (જેનું નામ હાલ નદીના પશ્ચિમ કાંઠે આવેલા કેચરબ” પરાના નામમાં જળવાઈ રહ્યું છે, જોકે એ પરામાં આવેલી દેરીમાંની દેવીને હાલ “કૌશલ્યા’–‘કેછરબા” શબ્દને સુધારીને કરેલું જણાતું નામ–તરીકે ઓળખાવવામાં આવે છે). એણે નદીના પૂર્વ કાંઠા ઉપરની આશાપલ્લી ઉપર ચડાઈ કરી લાખનું સૈન્ય ધરાવતા આશા ભીલ ઉપર વિજય મેળવ્યો, ત્યાં નવું મંદિર કરાવી એમાં જયંતી દેવીની રથાપના કરી, કણેશ્વર મહાદેવનું મંદિર કરાવ્યું;૫૪૧ અને ત્યાં કર્ણસાગર તળાવથી સુશોભિત “કર્ણાવતી નગરી વસાવી ત્યાં પોતે રાજ્ય કરવા લાગ્યા.૫૪૨ જે ભીલ રાજવી ઉપર વિજ્ય મેળવ્યો તે આશો નહિ, પણ એને કઈ વંશજ હશે. ત્યાં “આશાપલ્લી” જૂના સમયથી હતું, એને કેટલેક ભાગ ઉજ્જડ પણ થઈ ગયો હશે; એ ઉજ્જડ ભાગમાં કર્ણાવતી આબાદ કરવામાં આવી. કોચરબ-પાલડીની સામે નદીના પૂર્વ કાંઠા