________________
ક૭]
ઈતિહાસની પૂર્વભૂમિકા ઈ. સ. ૧૨૭૧ ના દાનશાસનમાં પણ મંડલીમાંના મૂલેશ્વરદેવ વગેરે માટે દાન આપવામાં આવ્યાં કહ્યાં છે.પ૨૨ વિવિધતીર્થકલ્પ અને પ્રબંધકેશ તો ગૂર્જર ધરિત્રીના મંડનરૂપ “મંડલીમહાનગરીમાં વસ્તુપાલ-તેજપાલ વગેરે રહ્યા હોવાનું નેધ છે; બંનેમાં વિગત પણ અક્ષરશઃ મળતી આવે છે.પ૨૩ સૌરાષ્ટ્રનું મહુવા નજીકનું “મંડલી કંગ–આજનું માંડળ જુદું જ છે.૫૨૪ કુમારપાલના ઈ. સ. ૧૧૪૫ આસપાસના ગાળાના શિલાલેખમાં માંડલીવાસ્તવ્ય આચાર્ય ભાસ્કરના પુત્રે દાન આપ્યાનું લખ્યું છે પર૫ આ “માંડલી” કર્યું એ સ્પષ્ટ થતું નથી.
ઘૂસડી (વીરમગામ): સેલંકી રાજા ભીમદેવ ર જાના ઈ. સ. ૧૨૩૮ ના દાનશાસનમાં “ધૂસડી” ગામનો ઉલ્લેખ થયેલ છેત્યાં લૂણપસાય(લવણપ્રસાદ વાઘેલા)ના પુત્ર વીરમે વીરમેશ્વર અને સૂમલેશ્વરનાં મંદિર કરાવેલાં સૂચવાયાં છે.પર એ પછીના વર્ષમાં ૧ વર્ષ અને ૧૫ દિવસે કરી આપેલા એના જ દાનશાસનમાં વીરમે કરાવેલાં એ બેઉ મંદિરનો ઉલ્લેખ થયેલો છે. ૨૭ ઘૂસડી” સંજ્ઞા પાછળથી વિલુપ્ત થઈ ગઈ અને વીરમેશ્વર મહાદેવને કારણે વીરમગામ નામ પ્રચારમાં આવી ગયું. વિરમગામનું એ મૂળ સ્થાન “ઘૂસડી એ સમયે “વદ્ધિ. પથકમાં હોવાનું સમજાય છે, કેમકે આજ્ઞા વર્કિંપથકના લેકાને ઉદ્દેશીને કરી છે;૫૨૮ આ શરૂઆતમાં “વિય” હતું અને પછી “પથક તરીકે હતો. ઉ. ત. મૂલરાજ ૧ લા ના ઈ. સ. ૯૮૭ ના દાનશાસનમાં “મંડલી” (“માંડલ')માંના શ્રીમૂલનાથદેવની પૂજા-અર્ચના માટે દાન આપવાનું લખ્યું છે તે મંડલી “વદ્ધિવિષયમાં આવેલું કહ્યું છે.૫૨૯ “પથક તરીકે નિર્દેશ ઈ. સ. ૧૨૨૪ ના શ્રીમજયંતસિંહ અથવા અભિનવ સિદ્ધરાજના દાનશાસનમાં થયું છે, જ્યાં એ પથકના અને ગંભતા(ગાંભુ)પથકના અધિકારીઓ જોગ શાસન કરવામાં આવ્યું છે.પ૩૦ ભીમદેવ ૨ જાના ઈ. સ. ૧૨૩૧ ના દાનશાસનમાં પણ એનું શાસન વર્કિંપથક ઉપર હેવાનું જણાવ્યું છે; આપેલાં ગામે પણ એ પથકનાં જ છે.૫૩ વાઘેલા રાજા વિસલદેવના સમયના ઈ. સ. ૧૨૬૧ ના દાનશાસનમાં એની સત્તા “વર્ધિપથકમાં હતી અને મહામંડલેશ્વર સામંતસિંહ ભંડલીમાં રહી એ પથક ઉપર શાસન કરતો હતો એમ કહ્યું છે;૫૩૨ નિર્દેશાયેલાં ગામ પણ આ ભાગનાં છે.
પ્રબંધમાં આ પથક “વઢીયાર” “વડીયાર તરીકે નોંધાયેલ છે; પ્રબંધચિંતામણિમાં વનરાજનું ચરિત આપતાં પંચાદર ગામને “વઢીયાર' નામક દેશમાં કહેવામાં આવ્યું છે, ૩૩ તે પુરાતનપ્રબંધસંગ્રહમાં એ જ કથાનક ઉતારી દેશનામ “વિડીયાર' કહ્યું છે.પ૩૪