________________
૧૭૦]
ઇતિહાસની પૂર્વભૂમિકા
આણંદ અને બર્જેસના મતે સૌરાષ્ટ્રનું વળા-વલભીપુરની વાયવ્ય ૮૦ કિ. મી. (૫૦ માઈલ) ઉપરનું આનંદપુર છે, પરંતુ સ્ટિવન્સન, વિવિયેન દ. સેટ-માર્ટન,
ન્યૂલર અને રામકૃષ્ણ ગે. ભાંડારકરને મતે એ વડનગર જ છે. એ ગેઝેટિયરને પણ આ જ મત છે; એ એને “આર્નતપુર' ઉપરથી ઉપજાવેલું કહે છે.૪ ૧૭ મૈત્રકનાં દાનશાસનમાં ધ્રુવસેન ૧ લાના ઈ. સ. ૧૪૪ના દાનશાસનમાં, ધરસેન ૨ જાના ઈ. સ. ૧૮૯ના દાનશાસનમાં, શીલાદિત્ય ૧ લા ઉફે ધર્માદિત્યના ઈ. સ. ૬૦૫ના દાનશાસનમાં, અને ધરસેન ૪થાના ઈ. સ. ૬૪૮ ના દાનશાસનમાં આનર્તપુર મળે છે. ૧૮ આ છેલ્લા દાનશાસનના પ્રતિગ્રહીતા કેશવપુત્ર નારાયણને આનર્તપુરવિનિર્ગત” અને “આનર્તપુરચાતુર્વિસામાન્ય-શર્કરાક્ષિસગોત્ર કહ્યો છે, એ જ બ્રાહ્મણને ખરગ્રહ ૨ જાના ઈ. સ. ૬૫૬ ના દાનશાસનમાં
આનંદપુરવિનિર્ગત” અને “આનંદપુરચાતુર્વિદ્યસામાન્ય-શર્કરાક્ષિસગોત્ર કહ્યો છે.૪૧૯ એની પછીનાં દાનશાસનેમાં આનર્તપુરને બદલે ‘આનંદપુર જોવા મળે છે. ધરસેન જ થાના સમય સુધી વડનગર “આર્નતપુર' તરીકે જાણીતું એ માટે હોઈ શકે કે ઉત્તર ગુજરાતના પ્રદેશને જૂના સમયમાં “આનર્ત કહેવામાં આવતો હતો; વડનગર એનું પાટનગર કે મુખ્ય નગર હાઈએ “આનર્તપુર કહેવાવાને પાત્ર બન્યું કે જેવું મહાભારતના સમયમાં અનુશ્રુતિઓમાં આનર્ત'ની રાજધાની તરીકે “ધારવતી-દ્વારકા” નિર્દિષ્ટ હોઈ એને માટે “આનર્તનગર આનર્ત પુરી' પ્રચારમાં હતાં.૭૦ યુઅન ક્વાંગના જણાવ્યા પ્રમાણે વલભીથી વાયવ્ય ઈશાન)માં જતાં ૭૦૦ લી ઉપર A-nan-to-pu-lo (આનંદપુર) નગર હતું; એના સમયમાં એને કોઈ રાજા નહતો.૭૧મત્રકનાં દાનશાસનમાં સંખ્યાબંધ દાન આનન્તપુરવિનિત તથા સાર-પુરવાતવ્ય બ્રાહ્મણને આપવામાં આવ્યાં નિર્દેશાયાં છે, જે બ્રાહ્મણે પ્રાય: વડનગરની નાગર જ્ઞાતિના પૂર્વજ હતા. આ નગરમાં દીર્ઘ કાલ સુધી વિદ્વાન બ્રાહ્મણોની પરંપરા હતી. યજુર્વેદભાષ્યકાર ઉવ્વર આનંદપુરને હતે.૪૭૨ સ્કંદપુરાણના નાગરખંડની એક અનુશ્રુતિને આધાર લઈ બેબે ગેઝેટિયરે આ નગરનાં સત્યયુગમાં “ચમત્કારપુર, તામાં આનર્તપુર, દ્વાપરમાં “આનંદપુર અને કલિયુગમાં “વૃદ્ધનગર એવાં નામ લેવાનું નેપ્યું છે,૪૭૨ પરંતુ આ સવશે પુરવાર થઈ શકે એમ નથી. એટલું ખરું કે વંથળી-સોરઠના ઈ. સ. ૧૨૯૦ ના એક અભિલેખમાં૪૭૩ ચમત્કારપુરના બ્રાહ્મણને નિર્દેશ થયેલ છે. વ્યાપક નામ તો “આનંદપુર અને પછી “વૃદ્ધનગર-વડનગર” કરી શકાય. સોલંકી રાજા કર્ણદેવ ૧ લાના ઈ. સ. ૧૦૯૨ ના દાનશાસનમાં આનંદપુરને લગતા ૧૨૬ ગામોના જૂથને ઉલેખ આવે