________________
૧૧ મું ]
પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ
[ ૩૯
સ્થાન ત્યાં “સિદ્ધપુર જ કહ્યું છે.૪૫૫ પુરાતનપ્રબંધસંગ્રહમાં સિદ્ધરાજે દેવસૂરિના વચનથી સિદ્ધપુરમાં ચાર કમાડવાળું ચય કરાવ્યું કહ્યું છે, ત્યાં આ. હેમચંદ્ર તથા રાજા કુમારપાલ “સિદ્ધપુર ગયાનું નોંધાયું છે ૫૬ પ્રબંધકેશે પણ આ. હેમચંદ્ર “સિદ્ધપુર” ગયાનું કહ્યું છે.૪૫૭
આ સ્થાનનું પૂર્વે “શ્રીસ્થલ નામ હોય, જે મૂલરાજના સમયમાં પણ ચાલુ હોય; ને પછી સિદ્ધરાજ જયસિંહના સમયમાં એ “સિદ્ધપુર તરીકે વ્યાપક બન્યું હોય એમ કહી શકાય. આજે આ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું વડું મથક અને યાત્રાનું એક મહત્ત્વનું સ્થાન છે.
ઉમાપુર-ઉંઝાઃ સ્કંદપુરાણના નાગરખંડની એક પાદટીપમાં હાટકેશ્વરક્ષેત્રમાં “ઉમાપુર' સુચવાયું છે. ૪૫૮ એ મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઊંઝાનું સંસ્કૃતીકરણ પામેલું રૂપ છે. આનંદપુરના બ્રાહ્મણને મૈત્રક વંશના શીલાદિત્ય ૫ માના ઇ.સ. ૭૨૨ આસપાસના વડનગર-દાનશાસનમ૪િ૫૯ લાટ વિષયમાં આવેલા ઉચ્ચાનગર-પ્રત્યર્ધમાં પિપલાવી ગામ આપ્યાનું નોંધાયું છે,૪૨૦ તે “આનંદપુર–વડનગર અને “પિપ્પલાવી–પિપળાવને સાહચર્યો સ્પષ્ટ રીતે ઊંઝા જ છે. મોડાના અજયપાલ સેલંકીને ઈસ ૧૧૫ ને શિલાલેખ ઊંઝાને મળે છે તેમાં ઉંઝાગ્રામમાં શ્રીકારિવામિદેવની પંચેપચાર પૂજા કરી કોઈ કુમારસિંઘે દાનવિતરણ કર્યાનું કહ્યું છે. સોલંકી ત્રિભુવનપાલના ઈ. સ. ૧૨૪૩ ના દાનશાસનમાં પણ ચતુઃસીમામાં “ઉંઝા” ગ્રામ નોંધાયેલું છે.૪૬૨ ગિરનારના નેમિનાથના મંદિરના ઈ. સ. ૧૨૭ના અભિલેખમાં “ઉચાપુરીના નિવાસી શ્રેણી વિશે ઉલ્લેખ થયો છે તે આ નગરીને સમજાય છે.૪૬૨ ગ્રંથસ્થ સાહિત્યમાં પ્રબંધચિંતામણિમાં ૨૩ જણાવ્યું છે કે સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર વિજય મેળવી પાછો ફર્યો ત્યારે “ઉંઝાગ્રામમાં એણે છાવણી નાખી વાસ કર્યો હતો અને ત્યાં રાત્રિચર્યામાં એક ગ્રામણ પાસેથી મહારાષ્ટ્રના રાજાના અને પિતાના ગુણદોષ પૂછીને જાણ્યા હતા. પ્રબંધચિંતામણિની એક પ્રતમાં ૬૪ કુમારપાલે પ્રાણીઓને અભયદાન વગેરે આપ્યાં તેઓમાં કર્ણાટ, ગૂર્જર, લાટ, સૌરાષ્ટ્ર, કચ્છ-સેંધવ, ઉચ્ચા, ભંભેરી, મારવ, માલવ, કોંકણ વગેરેને નિર્દેશ કર્યો છે તેમાં “ઉચ્ચા” એ આ ઊંઝા નહિ, પણ સિંધુ દેશ નજીક હાઈ પ્રદેશ લાગે છે.
આનર્તપુર-આનંદપુર : સ્કંદપુરાણના ૬ ઠ્ઠા નાગરખંડમાં એક નામ આનંદપુર નોંધાયેલું જોવા મળે છે;૪૬૫ લીટના મતે એ ખેડા જિલ્લાનું