________________
- t૧૭
ભૌલિક લક્ષણે નદીમાં પ્રાંતીજની ઉત્તરે હાથમતી નદી મળે છે ત્યાંથી તે “સાબરમતી' તરીકે ઓળખાય છે. અમદાવાદ શહેર એના કાંઠા પર વસેલું છે. ત્યાંથી દક્ષિણે વહેતાં રઢ (તા. માતર) પાસે ખારી નદી એમાં મળે છે. ધોળકાની દક્ષિણપૂર્વે આવેલ વૌઠા અને માતરની દક્ષિણ પશ્ચિમે આવેલ પાલ્લા વચ્ચે થઈ પસાર થતાં વાત્રક નદી એમાં મળે છે. ડુંગરપુરની હદમાંથી વહેતી વાત્રક નદીમાં માઝુમ, મેશ્વો અને શેઢીનાં નીર મળ્યાં હોય છે. આ રીતે સાબરમતી-વાત્રકના સંગમમાં એકંદરે સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, માઝુમ, મેશ્વો અને શેઢી એ સાત નદીઓનાં નીર સંગમ પામે છે. ધોળકા તાલુકાની દક્ષિણપૂર્વ હદે ભોગાવો સાબરમતીમાં મળે છે. ખંભાત તાલુકાના દક્ષિણપશ્ચિમ ખૂણામાં આવેલા વડગામ પાસે સાબરમતી ખભાતના અખાતને મળે છે. હાથમતી નદીના કાંઠા પર ભિલોડા અને હિંમતનગર છે; માઝુમ નદીના કાંઠા પર મોડાસા આવેલું છે; સાબરકાંઠા જિલ્લાની દક્ષિણે એ નદી વાત્રકમાં મળે છે. વાત્રક નદી ગુજરાતની પૂર્વ સીમા નજીક ડુંગરપુરા પર્વતમાંથી નીકળીને લખે સુધી મહી નદીને સમાંતર વહી ખેડા જિલ્લામાં આતરસુંબા, હળધરવાસ, ઘોડાસર અને મહેમદાવાદ પાસે થઈને દક્ષિણપશ્ચિમ તરફ વહે છે. મહેમદાવાદની પશ્ચિમે સમાદરા આગળ વાત્રકને મે નદી મળે છે. પછી વાત્રક દક્ષિણ તરફ વહે છે. ખેડા પાસે શેઢી નદી વાત્રકને મળે છે. શેઢી નદી પંચમહાલની હદમાં આવેલા ધામોદના ડુંગરમાંથી નીકળી ઠાસરા, ડાકોર અને થામણ પાસે થઈ ખેડા તરફ વહે છે; ત્યાં મહાર નદી એને મળે છે. આ મહેર નદીમાં લૂણી નદી મળી હોય છે. મહાર નદીને સંગમ થતાં શેઢી નદીને પ્રવાહ સાંકડે મટી વિશાળ બને છે. શેઢીની જેમ મહોર નદી પણ ધાદના ડુંગરમાંથી નીકળે છે. કપડવંજ અને કઠલાલ મહોર નદીને કાંઠે આવેલાં છે. કપડવંજની પશ્ચિમે વરાંસી નદી મહેર નદીને મળે છે. લૂણી નદી . લસુંદ્રા આગળથી નીકળે છે અને મહીસા ને અલીણું વચ્ચે થઈને વહે છે. મેશ્વોની પશ્ચિમે ખારી નદી વહે છે ને બે મુખે પાંચ-છ કિ. મિ.(ત્રણ-ચાર માઈલ)ને અંતરે સાબરમતીને મળે છે. આ સમસ્ત નદી-પરિવારમાં સાબરમતી અને વાત્રક નદી મુખ્ય છે.૧૯ વાત્રક અને એની દક્ષિણપૂર્વે વહેતી મહી નદીની વચ્ચેને “ચાતર તરીકે ઓળખાતો પ્રદેશ એની ગેરાડુ જમીનની ફળદ્રુપતા માટે જાણીતો છે. ૧૦ વાત્રક નદીની ઉત્તર ભાગ દસકોશી તરીકે ઓળખાય છે. ક્યારી જમીન અને નહેરને લીધે ત્યાં ડાંગર વિશેષ પાકે છે.
મહી નદી ઈદર પાસેના વિંધ્યાચળમાંથી નીકળે છે, ત્યાંથી આશરે દોઢસો માઈલ લગી એ માળવામાં થઈ વહે છે. ત્યાંથી એ ડુંગરપુર-વાંસવાડાના