________________
૧૨] ઇતિહાસના પૂર્વભૂમિકા
tપ્ર. મથાળેથી ૬૦ થી ૯૦ મીટર ઊભી ફાટ પડેલી જોવા મળે છે. કચ્છની મુખ્ય ભૂમિની વચ્ચે થઈને જતી ધારને “દક્ષિણ ધાર' કહે છે. એ માતાના મઢ (તા. લખપત) પાસેથી શરૂ થઈ, દક્ષિણપૂર્વે રેહા (તા. નખત્રાણા) પાસે થઈ પૂર્વમાં અંજાર સુધી ફેલાઈ છે. આ ધારમાં સહુથી ઊંચો ડુંગર નનામે છે, . જેની ઊંચાઈ ૪૩૪ કિ. મી. (૧,૪૨૪ ફૂટ) છે. એ ઘણે દૂરથી દેખાય છે.
કચ્છમાં મોટાં જંગલે નથી, પરંતુ ઘણે ઠેકાણે લીંબડા, આંબલી, બાવળ, વડ, પીપળા, ખાખરા, અરણી, પીલુ, ખેર, ગૂગળ, બેરડી, ખીજડા વગેરે થાય છે. જંગલમાંથી લાકડાં ઉપરાંત મધ, ગુંદર, ગૂગળ વગેરે પણ મળે છે. બન્ની વિભાગમાં તેમજ ચાડવા વગેરે ડુંગરોની રખાલમાં ઘાસ બહુ જ થાય છે. ૨. અંદરનો સપાટ પ્રદેશ
ગુજરાતમાં અંદરને ઘણે પ્રદેશ સપાટ છે.
તળ-ગુજરાતનો ઉત્તરપૂર્વ, પૂર્વ અને દક્ષિણપૂર્વ સીમા પર આવેલ ડુંગરાળ પ્રદેશ સિવાયને બાકીને, ઘણોખરે પ્રદેશ સપાટ છે ને એમાં અનેક નદીઓનાં નીર વહે છે.
આબુ તરફથી આવતી બનાસ નદી ડીસા થઈ, રાધનપુરની દક્ષિણે થઈ બે ફાંટામાં કચ્છના નાના રણમાં વિલીન થાય છે. આબુની તળેટીમાં વસેલી ચંદ્રાવતી નગરી એના કિનારા પાસે આવેલી હતી. એ નદીના ભાઠાની જમીન ફળદ્રુપ છે. ચોમાસામાં રેલ આવે છે ત્યારે એને પટ મુખ પાસે લગભગ ૧૩. કિ. મી. (૮ માઈલ) જેટલા વિસ્તરે છે. આરાસુર પાસે કોટેશ્વર નજીકથી ઊગમ પામતી સરસ્વતી નદી સિદ્ધપુર અને પાટણ થઈ કચ્છના નાના રણમાં લુપ્ત થાય છે. તારેગામાંથી નીકળી વાલમ અને પંચાસર પાસે થઈ વહેતી રૂપેણ નદી પણ એ રણમાં લુપ્ત થાય છે. સમુદ્ર સંગમ ન પામતી આ ત્રણેય નદીઓ કુંવારકા” કહેવાય છે. એમાં બનાસ નદી મોટી છે ને જમીનને ફળકપ બનાવે છે. ત્યાંથી પશ્ચિમને ઘણો પ્રદેશ ઉજજડ, રેતાળ અને ક્ષારવાળો છે. મુંજપુર (તા. સમી) પાસે ૯૫ કિ. મી. (૬ માઈલ) ઘેરાવાનું “નાગદાસર નામે સાવર છે. બનાસકાંઠામાં ૩૦ થી ૫૦ સે. મી. જેટલું ઓછો વરસાદ પડે છે. કાંકરેજની આસપાસના પ્રદેશમાં ઘાસનાં મોટાં બીડ છે ત્યાં સારી જાતનાં ગાયબળદ ઉછેરવામાં આવે છે. .. સાબરમતી ગુજરાતની એક મોટી નદી છે ને એની ઉપનદીઓને પરિવાર ઘણે મોટે છે. આડાવલી પર્વતના દક્ષિણ પશ્ચિમ ફાંટા આગળથી નીકળતી સાબર