________________
૧૧ મું] પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ સ્થાન ભાંગ્યાં તેમાં ડું ભાંગે ત્યાં સેવવારવું અને મેદ ભાંગ્યાં તેર૯૩ આ ગીર પંથકનું દેલવાડા અને સોમનાથ પાટણ છે.
નસિપુર : કને જના મહેન્દ્રપાલના સમયના ચાલુક્ય બલવર્માના ઊનામાંથી પ્રાપ્ત પતરાંવાળા દાનશાસન(ઈ. સ. ૮૯૩)માં “નક્ષિસપુર-ચતુરશીતિકા'નક્ષિસપુર-ચેર્યાશીને ઉલેખ થયેલ છે. ૨૯૪ એ પરગણાનું “જયપુર ગામ દાનમાં આપ્યું છે. એને ઉદ્દેશ “કણવીરિકા નદીના કાંઠે આવેલા તરુણાદિત્ય નામના સૂર્યમંદિરની પૂજા-અર્ચનાને છે. ઊનામાંથી મળેલાં, બલવર્માના અનુગામી અવનિવર્મા ૨ જા નાં પતરાંવાળા દાનશાસન(ઈ. સ. ૯૦૦)માં પણ૯૫ એ નલિસપુર-ચોર્યાશીનું “અંગુલ્લક ગામ એ જ તરુણાદિત્યના સૂર્યમંદિર માટે અપાયું છે. આ ચોર્યાશી’-પરગણું સૌરાષ્ટ્રાતઃપાતી હતું અને ચાલુક્ય સામંતનાં આ તામ્રપત્રના પ્રાપ્તિસ્થાનને સંબંધે દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવેલું હતું એમ કહી શકાય. આજે એ નગર, કણવીરિકા નદી કે આ ચોર્યાશીનાં નિર્દિષ્ટ ગામોને સ્થળનિશ્ચય થઈ શકતો નથી.
દેવપત્તન : અત્યાર સુધી મળતાં સાધનામાં આભિલેખક નિર્દેશોની દષ્ટિએ સોલંકી ભીમદેવ ૨ જા ના સમયના (ઈ. સ. ૧૨૧૬ ના વર્ષના) પ્રભાસપાટણના “શ્રીધરની દેવપાટણપ્રશસ્તિ' તરીકે જાણીતા અભિલેખને નિર્દેશ જાણવામાં આવ્યો છે. ૨૯૬ શ્રીધર નામના નાગરને દેવપત્તનના રક્ષણનું કામ ભીમદેવ ૨ જા તરફથી સોંપાયું હોવાનું એમાં લખ્યું છે. આ પછીના ઉલ્લેખમાં અર્જુનદેવ વાઘેલાના (ઈ. સ. ૧૨૬૪ ના) વેરાવળની હરસિદ્ધ માતાના મંદિરના અભિલેખમાં “શ્રી સોમનાથ દેવપત્તન” તરીકે, સારંગદેવ વાઘેલાના સમયના પિોર્ટુગીઝ સિન્દ્રામાં લઈ જવાયેલા, દેવપદનપ્રશસ્તિ' તરીકે જાણીતા, અભિલેખમાં શ્રીદેવપત્તન” તરીકે, અને વેરાવળની હરસિદ્ધ માતાના મંદિરમાંના (ઈ. સ. ૧૨૪૬ ના) અભિલેખમાં પણ શ્રીદેવપત્તન” તરીકે થયેલા ઉલ્લેખ જાણવામાં આવ્યા છે. ર૯૭ પ્રભાવક ચરિતમાં સેમેશ્વરપુર અને સોમેશ્વરપત્તનમાં આમ રાજા અને આ. હેમચંદ્ર પોતપોતાની યાત્રામાં ગયાનું ખેંચ્યું છે૨૯૮ તે આ દેવપત્તન' છે. પ્રબંધચિંતામણિમાં૨૯૯ “પત્તને પ્રભાસક્ષેત્રમાં ચંદ્રપ્રભ અને સેમેશ્વર શિવના સંદર્ભમાં છે તે પણ આ૩૦૦ વલભીમાંથી ચંદ્રપ્રભની મૂર્તિના સદર્ભમાં શિવપત્તની સંજ્ઞા આપી છે તે પણ આ; વિવિધતીર્થ કલ્પમાં વલભીને ભંગ થયે વલભીથી ચંદ્રપ્રભની પ્રતિમા દેવપટ્ટણમાં ખસેડવામાં આવી હતી અને ત્યાં બીજાં કેટલાંક નગરની જેમ પાર્શ્વનાથની પ્રતિમા પણ હતી એમ