________________
૩૪૮]
ઈતિહાસની પૂર્વભૂમિકા
(પ્ર.
નેપ્યું છે. ૨૮૨ વિવિધતીર્થકલ્પમાં જોવા મળતા “સત્યપુરકલ્પ'માં અલાઉદ્દીનના નાના ભાઈ ઉલૂખાનની ગુજરાત-સૌરાષ્ટ્રની ચડાઈમાં એણે વામણથલી”('વામનરથલી)માં જઈ “મંડલિક' રાણાને દંડ આપી, સેર માં પિતાની આણ પ્રવર્તાવ્યાનું મળે છે. ૨૮૩ પુરાતનપ્રબંધસંગ્રહમાં વસ્તુપાલના એક પ્રશંસક યશોધરને વામનરથલીને વાસ્તવ્ય કહ્યો છે;૨૮૪ વિરધવલે જ્યતલદેવીના ભાઈએ સાંગણ અને ચામડરાજને “વામનસ્થલીમાં માર્યાનું૨૮૫ અને વામનસ્થલીને વાસ્તવ્ય પંડિત વીસલ લેલિયાણક ગામે ગયાનું કહ્યું છે. ૨૮ પ્રબંધકેશ અમરચંદ્ર કવિના પ્રબંધમાં “વામનસ્થલીમાં સમાદિત્ય નામને કવિ હેવાનું ૮૬ ઉપરાંત વરતુપાલ અને વરધવલ સૌરાષ્ટ્રના વિજ્યમાં વાનસ્થલી આવ્યા હોવાનું અને તલદેવીના ભાઈ સાંગણ અને ચામુંડરાજ સાથે યુદ્ધ થતાં વરધવલે એ બેઉને માર્યા હોવાનું પણ નોંધ્યું છે, જેને અંતે વિરધવલે વંથળીમાં પ્રવેશ કર્યો છે.૨૮૭
ઉન્નત : “ઉન્નત’ (ઉના)ને જૂનામાં જૂને જાણવામાં આવેલ ઉલ્લેખ મૈત્રક વંશના ધરસેન ૨ જા ના ઈ. સ. ૫૭૧-૭૨ના દાનશાસનમાં છે. ૨૮૮ એમાં “ઉન્નત નિવાસી બ્રાહ્મણને “અંતરત્રા (પથક)માં આવેલા શિવપદ્રક વગેરે ગામની સીમમાંની જમીને દાનમાં આપી કહી છે. પછીના આભિલેખિક ઉલ્લેખોમાં આને “ઉન્નતદુર્ગ” પણ કહેવામાં આવેલ છે. ૨૮૯ પ્રબંધના ઉલ્લેખ જોતાં પ્રભાવકચરિતમાં એક “ઉન્નતાણું કરી ગામ કહ્યું છે,૨૯૦ પરંતુ એને શ્રીપત્તન” (અણહિલપુર પાટણ)ની પશ્ચિમ દિશાએ નાનું ગામ કહ્યું છે, એ ઉપરનું “ઉન્નત” સર્વથા નથી. આ આજનું “ઊના દક્ષિણ સૌરાષ્ટ્રમાંના જૂનાગઢ જિલ્લામાં મચ્છુંદરી નદીના કાંઠા ઉપર આવેલું છે, અને એની દક્ષિણ દિશાએ પાંચ કિ.મી. (ત્રણ માઈલ) ઉપર અજાર(૩ન્નાર)નું જૈન મંદિર અને ત્યાંથી દક્ષિણે દેલવાડા અને ગુપ્ત પ્રયાગનાં સ્થાન આવેલાં છે. “અજાર એ કઈ મેટું નગરસ્થાન નથી. ત્યાં વિવિધતીર્થકલ્પમાં૨૯૧ પાર્શ્વનાથના મંદિરસ્થાન તરીકે નિર્દેશાયેલાં સ્થાનમાં થંભણ (સ્તંભનક) પછી અજાહર” “પવરનયર “દેવપટ્ટણ એ ક્રમ કહે છે. ત્યાંનું “અજાહર” એ ઉપરનું “અજાર લાગે છે. ઊના નજીકના દેલવાડાને શક્ય ઉલ્લેખ પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજે ખતમ કરેલા સૌરાષ્ટ્રપતિ નવઘણ-ખેંગારની રાણીના મુખમાં મુકાયેલા જૂની ગુજરાતીના દૂહાઓમાં વિવાર (દેલવાડું -દેલવાડા) તરીકે થયેલે છે?૯ર તે કહી શકાય. “સત્યપુરમંડન-મહાવીર-ઉત્સાહ નામની અપભ્રંશ પવચનામાં તુરુષ્કાએ (અથત મહમૂદ ગઝનવીએ) પશ્ચિમ ભારતનાં