________________
.૩૪૨
ઇતિહાસની પૂર્વ ભૂમિકા
[..
મુખ્ય નગર તે ‘ભરુચ્છ’ એવા ઉકેલ મેળવવામાં આવ્યા છે. મહાભારતના સભાપર્વ'માં સહદેવ દક્ષિણ દિશાના દેશ ઉપર દિગ્વિજય કરે છે તેમાં, તે જઈ તે મુકામ કર્યાં હોય તે રીતે, ‘ભરુ’તા નિર્દેશ કર્યાં છે, જે ‘નગર' હોય એમ લાગે છે.૨૨૯ આની પૂર્વે રામા' (‘રેશમ’) નગરી કહી છે એ એને બળ પૂરે છે. સભાપર્વમાં રાજસૂય-યજ્ઞને અંતે ઉપાયનાવાળા પ્રસંગે ‘ભરુચ્છનિવાસીઓ'ના ઉલ્લેખ થયેલા છે૨૩૦ તે એ ધીકતા બંદૂરી નગરના ઉપલક્ષ્યમાં કહી શકાય તેમ સમૃદ્ધ દેશવિશેષ પણ કહી શકાય. જાતા ‘ભરુક'ના નિર્દેશ કરે છે.૨૩૧ બૌદ્ધો અને જૈતાનું એ એક વિશિષ્ટ સ્થાન હતું. ઈ. પૂ. પ મી સદીમાં ત્યાં અવંતિના રાજા પ્રદ્યોતની સત્તા હતી; ઈ.સ.ના આરંભમાં નભાવાહન (સંભવત: ક્ષહરાત ક્ષત્રપ ‘નહપાન’) ત્યાં રાજ્ય કરતા હતા.૨૭૨ જૈતાનુ અશ્વાવઓધતીર્થ –શકુનિકાવિહારતી પણ આ નગરમાં હતું. પૌરાણિક નિર્દેશામાં દેશનામ તરીકેના ‘ભરુકચ્છના નિર્દેશ મત્સ્યપુરાણમાં છે;૨૩૩ ખીજાં પુરાણા માં પછી પાઠભેદ છે.૨૩૪ જૈન ચૂર્ણિએ ‘ભરુકચ્છ' કહે છે; આવશ્યકસૂત્રની ચૂર્ણિકામાં એને ‘આહાર’ (હીવટી એક એકમ) પણ કહેલ છે.૨૩૫ આભિલેખિક નિર્દેશામાં કોઈ સંગમસિંહના ઈ. સ. ૫૪૦-૫૪૧ ના દાનશાસનમાં નગર તરીકે,૨૩૬ મૈત્રકવંશના ધરસેન ૪ થાનાં ઈ.સ. ૬૪૮ નાં બે દાનશાસનેામાં તે વિજયછાવણીના સ્થાન તરીકે, ૨ ૩૭ ગુર્જરનૃપતિવંશના ૬૬ ૨ જા(પ્રશાંતવ)ના ઈ. સ. ૬૨૯ ના દાનશાસનમાં પણ સ્થાનવિશેષ તરીકે,૨૩૮ એનાં બનાવટી નીકળેલાં ત્રણ દાનશાસનેામાં ત્યાં વિજયછાવણી હતી એ રીતે,ર ૨૩૮અ તા રાષ્ટ્રક્રૂવંશના ગોવિંદના ઈ. સ. ૮૨૭ ના દાનશાસનમાં નગર તરીકે૨૩૯ ઉલ્લેખ થયેલા મળે છે. કથાસરિત્સાગર ઈ. સ. ની ૧ લી સદીના થાના આધારે ૧૦ મી સદીમાં લખાયેલા ગ્રંથ છે તેમાં પણ ‘ભરુકચ્છ’ના નગર તરીકે ઉલ્લેખ થયેલા છે.૨૪૦
મહાભારતના સભાપર્વના પ્રક્ષિપ્ત અંશમાં ‘ભૃગૃકચ્છ' નાંધાયું છે ત્યાં એ ભાગવાની વસાહત થયાને કારણે થયેલુ` રૂપાંતર માત્ર છે.૨૪૧ ભાગવતપુરાણમાં નર્મદાના ઉત્તર દિશાના કાંઠા ઉપર ભૃગુઓએ ‘ભૃગુકચ્છ’ નામના સ્થાનમાં બલિરાજા પાસે અશ્વમેધ યજ્ઞા કરાવ્યાનું જોવા મળે છે,૨૪૨ એ ભૃગુકુલના બ્રાહ્મણેાના ત્યાંના નિવાસના ખ્યાલ આપે છે. સ્કંદપુરાણુ તે પછી ભૃગુ ઋષિએ શ્રી’નામના ક્ષેત્રમાં ‘નંદન વત્સરના માધની પંચમીએ રેવાના ઉત્તર તટે એક કાશ પ્રમાણનુ ક્ષેત્ર ભૃગુકચ્છનગર' વસાવ્યાનું તાંધે છે.૨૪૩રાજશેખર એની કાવ્યમીમાંસામાં ‘ભૃગુકચ્છ’ શબ્દ તરીકે તેાંધે છે, પરંતુ ત્યાં એ