________________
૧૧ મુજ ] પ્રાચીન ભૌગેલિક ઉલેએ
ફક્ત અંગારગઢ’ જુદુગર, રેવંતગિરિરામાં “ઉસણ ગઢ- દુગુ ૨૨૫=ઉપરકોટ) હોય અથવા બરડા ડુંગરની ઉત્તર બાજુની, વેણુ અને આભપરાનાં શિખરની તળેટીમાંની, સૈધની “ભૂતાંબિલિકા-ભૂતાંબિલી” (“ભૂલી”-ધૂમલી”)ને દુર્ગહેય. ભૂમલી-ધૂમલી' નામમાં ક્ષહરાત ક્ષત્રપ ભૂમક–ધૂમકને સંબંધ હોવાની ડોલરરાય માંકડે સંભાવના કરી છે, ૨૨ પરંતુ ભૂમકે અહીં સુધી આવી આ નગરી નવી વસાવ્યાને કઈ ખુલાસો મળતો નથી, જ્યારે બીજી બાજુ ભૂતાંબિલિકા-ભૂતાંબિલી” જેવા અર્થહીન અસંભવિત શબ્દને બદલે સં. મૌનપદિજાના (પ્ર. મોમર્યાદગા>મોમુસિ>મોઢા એવા સ્વાભાવિક) વિકાસ દ્વારા “ભૂમલી” આવવાની સરળતા વધુ છે. બેશક, પાછળથી લેકમાં “ધૂમલી નામ કેમ પ્રચલિત થઈ ગયું એને ખુલાસો મળતો નથી; હકીકતે, ઘુમલી નામ અદ્યાપિ જૂનાં સાધનામાં અંકિત થયેલું જાણવામાં આવ્યું નથી. નરકાસુરની માતાનું નામ ભૂમિ હેઈ એનું બીજું નામ મૌમાકુર પણ જાણીતું હતું.૨૨૭ સંભવ છે કે નરકાસુરના વારસે ત્યાંથી ઉછિન્ન થઈ ગયા પછી એ પ્રાયોતિષ” પાછળથી લોકોમાં ભમપલિઆ' તરીકે વ્યાપક બન્યું હોય. એને સમુદ્રને સંબંધ કહ્યો છે. આજે સમુદ્ર જરૂર દૂર છે વીસેક કિ. મી. જેટલે, પરંતુ પશ્ચિમમાં ચૌદેક કિ. મી. ઉપર કીંદરખેડાની પશ્ચિમે નીચાણને પ્રદેશ છે ત્યાં સમુદ્ર હોવાનાં સ્પષ્ટ નિશાન છે, એટલે શ્રીકૃષ્ણ સમુદયુદ્ધમાં નરકાસુરને માર્યો હોય તો એ સંભવી શકે એમ છે.
“
પ્રાતિષ માં પ્રારું એ પૂવ પદને અર્થ સંસ્કૃત પ્રમાણે “પૂર્વ” થતા હેઈ આ નગર પૂર્વના દેશ(અર્થાત આસામ)નું હોવાની સર્વસામાન્ય માન્યતા છે, પરંતુ બી. કે. કરીએ એ શબ્દને સંસ્કૃત ભાષાના મૂળનો ન હતાં ઑસ્ટ્રિકમૂળને કહ્યો છે અને એનો અર્થ પગર-જુહ (જે)-તિક(ચ)” એવું મૂળ બતાવી “અતિપર્વતવાળા પ્રદેશ” એ સૂચવ્યો છે. ૨૮ આમ હોય તો એ “પૂર્વના દેશનું પ્રથમ હતું એ મુદ્દો નષ્ટ થાય. “સુરાષ્ટ્ર પણ પ્રાચીન કાળમાં “આર્યેતર દેશ” હતો એટલે ઓસ્ટ્રિકમૂળના શબ્દવાળું નામ પાછળથી સંસ્કૃતયુગમાં સંસ્કૃતીકરણ પામી ગયું હોય તો એ અસંભવિત ન કહી શકાય. આને સાચે ઉકેલ તે ઘૂમલીનાં ખંડિયેરેની નીચેના તલભાગમાં વ્યવસ્થિત રીતે ઉખનન થાય ત્યારે મળી શકે. ત્યાંસુધી, કેઈ વિશિષ્ટ પ્રમાણેને અભાવે, સિદ્ધ નિર્ણય શક્ય નથી.
ભરુકચ્છઃ ગુજરાતની પ્રાચીન ભૂમિ સાથે સંબંધ ધરાવતા “ભારક* ભરુક૭’ શબ્દો મળે છે. આમાંને “ભારુકચ્છ એ દેશનામ અને એમાં આવેલું