________________
૩૭૮ ] , ઇતિહાસની પૂર્વભૂમિકા
[ . કંડીને અખાત” કહ્યો છે અને બરાકેને એમાંના એક બેટ તરીકે બતાવ્યો છે. ૨૦૩માં આજે પણ કરછના દક્ષિણ ભાગે એના સમુદ્રકાંઠાને પ્રદેશ “કંઠી જ કહેવાય છે. પેરિપ્લસના લેખકના અને તેમના બરાકે શબ્દથી સ્પષ્ટ રીતે આજની દ્વારકાને ભૂભાગ કહી શકાય. આજની દ્વારકાની પશ્ચિમ બાજુ સમુદ્ર છે અને બાકીની ત્રણ બાજુ નીચાણવાળો પ્રદેશ છે એને કારણે તેલેમીએ બેટ કહ્યો હોય. આ પછીને ઉલ્લેખ ગારલકવંશના “કપ્રસવણમાં રહી દાનશાસન કરતા રાજવીને છે. સૌરાષ્ટ્રના એ સામતરાજા ગારુલક વરાહદાસ બીજાએ દ્વારકા પોતાના બાહુબળથી પ્રાપ્ત કરી એને રવાના થયાને (ઈ. સ. ૧૪૯ આસપાસ) નિર્દેશ,૨૦૪ શંભુપ્રસાદ હ. દેસાઈ માનવા લલચાય છે તેમ, એ મૂદ્વારકાનો સત્તાધારી નહિ, પરંતુ આજની દ્વારકાને સત્તાધારી હોવાની સાખ પૂરે છે. ત્રણ સૈકામાં તે આદ શંકરાચાર્યને હાથે આજની દ્વારકામાં “શારદાપીઠ'ની સ્થાપના થાય છે.૨૦૫ અને આજની દ્વારકા નજીકના ભૂલવાસર નામના ગામના તળાવને કઠેથી મળેલા, કાર્દમક મહાક્ષત્રપ સ્વામી રુદ્રસેનના સમયના ઈ. સ. ૩૧૦-૧૧ ના પાળિયાના લેખથી ૨૦૬ એ પ્રદેશ ઉપર ક્ષત્રપોની સત્તા હેઈએ પ્રદેશ અંધારામાં નહોતો એમ કહી શકાય. જેન ઉત્તરકાલીન સાધનોમાં પ્રભાવકચરિતકાર પ્રભાચંદ્ર બપ્પભદિસરિચરિત' આપતાં કહે છે કે આમ નામે રાજા રૈવતક ઉપર નેમિનાથનું પૂજન કરી, ત્યાં દાદર હરિ(દામોદર કુંડ ઉપરના શ્રીકૃષ્ણ દામોદર)નું અર્ચન કરી પિંડતારક ગયા. ત્યાંથી માધવદેવ (શંખોદ્ધાર નજીકનું કેાઈ દેવસ્થાન લાગે છે, સેરઠમાંના માધવપુર-ઘેડનું માધવરાયજીનું મંદિર પિંડતારક' પછી શંખોદ્ધાર જતાં નથી આવતું.), શંખોદ્ધાર બેટ) અને દ્વારકામાં કૃષ્ણમૂર્તિને પ્રણામ કરી આમ રાજા ત્યાંથી સેમેશ્વરપુર–પ્રભાસપાટણ ગયા. ત્યાં શ્રી સોમનાથનું પૂજન કર્યું.”૨૦૭ અહીં વચ્ચે “શંખોદ્ધાર” ન હોય તે “પિંડતારક ગીરનું પ્રાચીતીર્થ, ત્યાંના શ્રી માધવદેવ, અને ત્યાંથી મૂળદ્વારકાના શ્રીકૃષ્ણનાં દર્શન પછી સોમેશ્વરપુરમાં આવ્યા એમ કહી શકાય, પરંતુ પ્રભાસ પાસે “શંખે દ્વાર” તીર્થ જાણવામાં આવ્યું નથી. વિવિધતીર્થકલ્પમાં ચર્યાશી તીર્થોમાં ગણવેલી દ્વારવતી પણ આજની દ્વાચ્છા છે.૨૦૮ એમ કહી શકાય કે ઈસ.ના આરંભના સમયથી આ બાજુના ઉલ્લેખ દ્વારકાનું સ્થાન આજની દ્વારકાને કેંદ્રમાં રાખીને થયા સમજાય છે. એ પૂર્વેના ઉલ્લેખ સર્વાશે નિર્ણયાભક કહી શકાય નહિ. આ વિષયમાં નિર્ણયાત્મક સ્થિતિ છે ત્યારે જ લાવી શકાય કે ભૂસ્તરીય તેમજ પુરાવશેષીય પ્રમાણે સ્પષ્ટ રૂપમાં પ્રાપ્ત થાય. એ વસ્તુ સિદ્ધ થવા છતાં પણ દ્વારકા તે સમુદ્રમાં ડૂબી ગયેલી હોઈ એનું ભૂતલ તો