________________
૧૧ મું].
પ્રાચીન ભોગેલિક ઉલ્લેખ
[
૭
પ્રમાણે, હૈહયકુલના કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનનું રાજ્ય હતું અને ત્યાં એને “રત્નાકરવતી” “સદીપા” અને “સાગર બરા” કહી છે. ૧૯૬ અર્થાત એ સમુદ્રપ્રદેશ સુધી, સત્તાની દૃષ્ટિએ, પહેચેલી અને તેથી ખૂબ સમૃદ્ધ હતી. હકીકતે, માહિષ્મતીના રાજ્યના
અનૂપ” દેશને ઉદ્દેશીને આ વિધાન સમજાય છે. પાલિ–દી નિકાયના ગોવિંદસુત્ત માં માહિસ્સતિને આવંત્ય પ્રદેશની રાજધાની કહી છે૧૯૭ એ એ જ રીતે સીમાવિસ્તારનું સૂચન કરે છે. નર્મદાતટે “મહેશ્વર” અને “માંધાતા” એ બે સ્થાનોમાંથી એકને સ્થાને પ્રાચીન “માહિષ્મતી હોવાનું માનવામાં આવે છે.૧૯૮
કુશસ્થલી-દ્વારવતી-દ્વારકા: શાયંતની રાજધાની કુથસ્થલી વેરાન થતાં યાદવેએ એને જીર્ણ દુર્ગ સમરાવી એનું દ્વારવતી-દ્વારકા તરીકે નવનિર્માણ કર્યું. ૧૯૯ વિશેષમાં એટલું કે આ નગરીને મહાભારતમાં ભિન્ન ભિન્ન સ્થળે આનર્તનગર” “આનર્તપુર” પણ કહેવામાં આવેલ છે.૨૦૦
દ્વારવતી’ અને ‘દ્વારકા' એક જ નગરના નામ તરીકે મહાભારતમાં સરખી રીતે મળે છે. આદિપર્વમાં અર્જુનવનવાસનામક પેટાપર્વમાં જણાવ્યા પ્રમાણે અપરાંતનાં તીર્થોની યાત્રા કરી અર્જુન પશ્ચિમ સમુતટે પ્રભાસ વિભાગમાં પહોંચ્યો. અર્જુન પ્રભાસમાં જઈ પહોંચ્યાનું જાણતાં શ્રીકૃષ્ણ અજ્ઞાત રીતે અર્જુનને મળવા ગયા. બંને પ્રભાસમાં વિહાર કર્યા પછી વિતક ગિરિ ઉપર ગયા. શ્રીકૃષ્ણ પહેલેથી જ સૂચના આપેલી એટલે સેવકે એ રૈવતક ગિરિને શણગાર્યો હતે અને ભોજનની પણ તૈયારી રાખી હતી. ત્યાં રાત્રિ વિતાવી ત્યાંથી રથ દ્વારા ‘દ્વારકા ગયા. અર્જુનને જોવા દ્વારકાવાસીઓ” આવ્યા. રૈવતક ગિરિ ઉપર મોટા ઉત્સવ ઊજવાયો ત્યારે શ્રીકૃષણની નાની બહેન સુભદ્રા ગિરિપૂજન માટે આવી, ગિરિપૂજન કરી, ગિરિને પ્રદક્ષિણા કરી દ્વારકા તરફ જતી હતી ત્યાં આવી અજુન એનું હરણ કરી ગયો ત્યારે બુમ પાડતા ચોકીદારો દ્વારકામા ફરિયાદ કરવા દોડી ગયા, વગેરે. આ ઉલ્લેખો સ્પષ્ટતઃ દ્વારકા-રેવતકનું સામીપ્ય સૂચવે છે. સૌપ્તિક પર્વમાં કહ્યા મુજબ અશ્વત્થામાં થોડો સમય દ્વારકામાં રહ્યો હતો.૨૦૨ મૌસલપર્વમાં એ જ દ્વારકાને સમુદ્ર ડુબાડી દીધાનું કહ્યું છે. ૨૦૭
આરંભિક ઐતિહાસિક કાલની દ્વારકાની વસાહતના વિષયમાં વિષ્ણુપુરાણ અને ભાગવતના તેમજ જૈન આગમ ગ્રંથેના ઉલ્લેખને શંકાની કેટિમાં મૂકીએ, પરંતુ પેરિલીન લેખક (ઈ. સ. ૭૦ આસપાસ) કચ્છના અખાતને બરાકે(Barake)ના અખાત” તરીકે નોંધે છે, અને એમાં સાત બેટ હેવાનું કહે છે, જ્યારે તેલેમી (ઈ. સ. ૧૫૦ આસપાસ)એ પોતાની પ્રવાસનોંધમાં એને